News Updates
INTERNATIONAL

  7 મહિનાની પ્રેગ્નેન્ટ ખેલાડીએ પેરિસ ઓલિમ્પિકમાં લીધો ભાગ

Spread the love

પેરિસ ઓલિમ્પિકમાં એક મોટો ખુલાસો થયોછે. જેને જાણી સૌ કોઈ ચોંકી ગયા છે. એક મહિલા ખેલાડી 7 મહિનાની પ્રેગ્નેન્સી હોવા છતાં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. આ ખેલાડીની સ્ટોરીએ સૌને ભાવુક કરી દીધા છે.

ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાનું દરેક એથલીટનું સપનું હોય છે. જેમાં મેડલ જીતવું તે તેમના માટે મોટી વાત છે. દુનિયાભરના ખેલાડીઓ હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં હાલ એક મોટો ખુલાસો થયો છે.

પેરિસ ઓલિમ્પિકમાં મોટો ખુલાસો એ થયો છે કે, એક એથલીટ પ્રેગ્નેન્ટ હોવા છતાં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. આ ખેલાડીની સ્ટોરીએ સૌને ભાવુક કરી દીધા છે.

ઇજિપ્તની ફેન્સર નાદા હાફીઝે ખુલાસો કર્યો છે કે તેણે સાત મહિનાની પ્રેગ્નેન્ટ હોવા છતાં ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. છતાં, તેમણ વર્લ્ડ કપ 10 એલિઝાબેથ ટાર્ટાકોવસ્કી સામે મેચ જીતી હતી. પરંતુ રાઉન્ડ ઓફ 16માં સાઉથ કોરિયા સામે હારી ગઈ હતી.

હફીઝે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્નેગ્નન્સી વિશે ખુલાસો કર્યો છે. આ ખુલાસા બાદથી, હાફિઝને ફેન્સિંગ પ્રત્યેના તેના જુસ્સા અને સમર્પણ માટે ઘણી પ્રશંસા મળી રહી છે. હાયોંગ સામેની મેચમાં પણ હાફિઝે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ઈન્સ્ટાગ્રામ પર લખ્યું તમને મેદાન પર 2 ખેલાડી જોવા મળી રહ્યા છે. તે 2 નહિ પરંતુ 3 છે., તે હું છું, મારો હરીફ અને મારું નાનું બાળક મારી દુનિયામાં આવનાર તે છે. મારું બાળક અને મારી સામે અનેક પડકારો હતા, પછી ભલે તે શારીરિક હોય કે ભાવનાત્મક. પ્રેગ્નેન્સીમાં રમતમાં સંતુલન બનાવી રાખવું ખુબ મુશ્કેલ હોય છે.

3 વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકીલે હાફિઝાએ કહ્યું આ વખત એક નાના ચેમ્પિયનને લઈ રમી છુ.હાફિઝે પેરિસ પહેલા 2016 રિયો ઓલિમ્પિક અને 2021 ટોક્યો ઓલિમ્પિકમાં પણ ઇજિપ્તનું પ્રતિનિધિત્વ કર્યું હતું.


Spread the love

Related posts

ભારતને શું ફાયદો થશે? મોદીના બ્રુનેઈ પ્રવાસથી:ભારતને ઓઈલની નિકાસ કરતું આ નાનકડું બ્રુનેઈ ભારત માટે કેમ મહત્ત્વપૂર્ણ બન્યું?

Team News Updates

લો, ટાઇમ હોય તો ગણો રોકડા 38 કરોડ:CBI રેડમાં પૂર્વ સરકારી અધિકારીના ઘરેથી કરોડો રૂપિયા કીમતી સામાન મળ્યો, પિતા-પુત્રની ધરપકડ

લંડનમાં ઋષિ સુનકની મનપસંદ ભારતીય રેસ્ટોરન્ટે જીત્યો ‘રેસ્ટોરન્ટ ઓફ ધ યર’નો એવોર્ડ

Team News Updates