News Updates
AHMEDABAD

CID ક્રાઈમના દરોડા,  14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે મળ્યા ગ્રાહક, દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં

Spread the love

દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 30 સ્પા અને જાણીતી હોટલ પર CID ક્રાઈમના સામુહિક દરોડા પાડ્યા છે. જેમાંથી 14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો મળી આવ્યા છે.

ગુજરાતમાં સ્પાની આડમાં ગોરખધંધા કરતા એકમો સામે સરકારે લાલ આંખ કરી છે. દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 30 સ્પા અને જાણીતી હોટલ પર CID ક્રાઈમના સામુહિક દરોડા પાડ્યા છે. જેમાંથી 14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકો મળી આવ્યા છે.

વિદેશી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા.અમદાવાદ અને ગાંધીનગરના સ્પા અને જાણીતી હોટેલોમાં દરોડા પાડતા રશિયા અને નાઇઝિરિયાની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવાતો હોવાનો પર્દાફાશ થયો છે.

આ સમગ્ર ઘટનાના પગલે સાબરકાંઠાના મોહસીન મેમણ વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદવાદના સેટેલાઇટમાં માયરા સ્પાની આડમાં કુટણખાનું ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. તેમજ ગાંધીનગરના સરગાસણમાં પણ સ્પા સેન્ટરની આડમાં ગોરખધંધા ચાલતા હોવાનું સામે આવ્યું છે.


Spread the love

Related posts

PM મોદીની ડિગ્રી મુદ્દે યુનિ.નો બદનક્ષી કેસ:13 જુલાઈએ કેજરીવાલ-સંજયસિંહને હાજર થવા કોર્ટનું ફરમાન, કેજરીવાલના વકીલે લાંબી મુદત માંગતા કોર્ટની ટકોર- MP- MLA સામે ઝડપી ટ્રાયલનો પરિપત્ર છે

Team News Updates

Weather:અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર

Team News Updates

AHMEDABAD:માસૂમનો ગયો જીવ,અમદાવાદના નહેરુનગરમાં કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકીને કચડી

Team News Updates