News Updates
NATIONAL

 વાદળ ફાટ્યું હિમાચલમાં ફરી: 46 ગુમ, બે દિવસમાં 8નાં મોત,લાહૌલ સ્પીતિમાં પૂર આવતાં એક મહિલા તણાઈ; MP-છત્તીસગઢમાં વરસાદનું રેડ એલર્ટ

Spread the love

હિમાચલ પ્રદેશમાં શુક્રવારે (2 ઓગસ્ટ) ફરી વાદળ ફાટ્યું. લાહૌલ સ્પીતિની પિન ખીણમાં ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યે વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું હતું. તેમાં એક મહિલા તણાઈ ગઈ હતી. પોલીસને મોડી સાંજે મહિલાની લાશ મળી હતી.

આ પહેલા ગુરુવારે (1 ઓગસ્ટ) હિમાચલમાં 5 સ્થળોએ વાદળ ફાટવાને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. આમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે અને 46 લોકો ગુમ છે. NDRF, SDRF, પોલીસ અને હોમગાર્ડના જવાનો તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સર્ચ ઓપરેશનમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

હવામાન વિભાગ (IMD) એ શનિવારે (3 ઓગસ્ટ) મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવારે મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. કોલાર, તવા, બરગી સહિત 9 મોટા ડેમના દરવાજા ખોલવા પડ્યા.

છત્તીસગઢના ધમતરીનો ગંગરેલ ડેમ 86 ટકા ભરાઈ ગયો છે. શુક્રવારે સિઝનમાં પ્રથમ વખત તમામ 14 દરવાજા અડધા કલાક માટે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન મહાનદીમાં પૂર સામે પહોંચી વળવા માટે મોકડ્રીલ પણ હાથ ધરવામાં આવી હતી.

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઝારખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય સરકારે આજે તમામ ખાનગી અને સરકારી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ગઢવા જિલ્લામાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે.

આ 4 રાજ્યો ઉપરાંત, IMD એ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ વરસાદની ચેતવણી જારી કરી છે.

રાજસ્થાનના ભીલવાડા, કેકરી અને ટોંક જિલ્લામાં શનિવારે (3 ઓગસ્ટ)ના રોજ ભારે વરસાદની ચેતવણીને કારણે કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી છે. અજમેરના કિશનગઢમાં ભારે વરસાદને કારણે હાઉસિંગ બોર્ડ કોલોની પાછળની ટેકરીનો એક ભાગ તૂટીને પડ્યો હતો. સવાઈ માધોપુરમાં એક મકાન ધરાશાયી થયું હતું.

આસામમાં પૂરના કારણે 2 લોકોના મોત થયા છે. 6 જિલ્લાના 18 હજારથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત છે. આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં પૂર, વાવાઝોડું, વીજળી અને ભૂસ્ખલનના કારણે 116 લોકોએ જીવ ગુમાવ્યા છે.

  • હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ (20 સેમીથી વધુ)નું એલર્ટ છે.
  • કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટકમાં 12 સેમી સુધી વરસાદ પડી શકે છે.
  • જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, આંતરિક કર્ણાટક અને ગુજરાતમાં 7 સેમીથી વધુ વરસાદ પડી શકે છે.

Spread the love

Related posts

ગર્લફ્રેન્ડને કોકપિટમાં લઈ ગયેલાં પાયલોટનું લાઇસન્સ સસ્પેન્ડ:DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, 27 ફેબ્રુઆરીની ઘટના

Team News Updates

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6

Team News Updates

તમારી પાસે સ્ટાર નિશાની વાળી 500 રૂપિયાની નોટ છે ? જો હોય તો જાણો RBI એ શુ કહ્યું ?

Team News Updates