News Updates
ENTERTAINMENT

ફેન્સને આપી સરપ્રાઈઝ વિકી કૌશલના,ફિલ્મ સાથે ‘છાવા’નું ટીઝર કર્યું રિલીઝ

Spread the love

વિકી કૌશલ તાજેતરમાં તેની રોમેન્ટિક-કોમેડી ‘બેડ ન્યૂઝ’ માટે ચર્ચામાં હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને હવે અભિનેતા એક નવા જ અવતારમાં ફરી પાછો પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે ત્યારે વિકીની ફિલ્મ છાવાનું ટિઝર રિલિઝ થયું છે.

વિકી કૌશલના ફેન્સ તેની આગામી ફિલ્મ ‘છાવા’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિકી આ ફિલ્મમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળશે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ટીઝર દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે. વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’નું ટીઝર ‘સ્ત્રી 2’ના પ્રીમિયરની સાથે બતાવવામાં આવ્યું હતું, જેને લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું અને સોશિયલ મીડિયા પર ટીઝર જોવા મળતા સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું. ત્યારે ‘છાવા’નું ટીઝર વિક્કીના ફેન્સ સુધી પહોંચતા જ ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે.

મેડૉક ફિલ્મ્સે ફિલ્મની પહેલી ઝલક રિલીઝ કરીને વિકી કૌશલના ચાહકોને ખુશ કરી દીધા છે. છાવાના ટીઝરમાં વિકી કૌશલ અલગ એનર્જી અને અલગ અંદાજ સાથે જોવા મળે છે. આગામી ફિલ્મમાં, વિકી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની જબરદસ્ત ભૂમિકામાં જોવા મળશે. રિલીઝ થયેલા ટીઝરમાં સંભાજી મહારાજનો રોલ કરનાર વિકી કૌશલ અનેક સૈનિકો સાથે એકલા હાથે લડતા જોઈ શકાય છે. બીજી તરફ ચારે બાજુથી તેમના પર હુમલા થઈ રહ્યો છે. ત્યારે સંભાજી પોતાના હાથમાં દરવાજાનો એક ભાગનું લાકડું ઉખાડીને સીધા દુશ્મનોને મારવા તરફ દોડી જાય છે.

ટીઝરમાં, વિકી લાંબી દાઢી, કપાળ પર તિલક અને લાંબા વાળ સાથે મરાઠા યોદ્ધાના લુકમાં જોવા મળે છે. આ પહેલા રણવીર સિંહ ‘બાજીરાવ મસ્તાની’માં મરાઠા યોદ્ધા તરીકે જોવા મળ્યો હતો. વિકી હંમેશા પોતાના અભિનયથી ચાહકોને ખુશ કરવામાં સફળ રહ્યો છે અને આ વખતે ફિલ્મનું ટીઝર દરેક જગ્યાએ છે. છાવામાં વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવશે અને તેની સાથે રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

રશ્મિકા મંદન્ના ‘છાવા’માં સંભાજી મહારાજની પત્ની યેસુબાઈ ભોસલેની ભૂમિકા ભજવશે. આ બંને સિવાય અક્ષય ખન્ના, દિવ્યા દત્તા, આશુતોષ રાણા જેવા કલાકારો પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેને લઈને વિકીના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.


Spread the love

Related posts

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઐતિહાસિક મેડલથી એક જીત દૂર, બસ આ કામ કરવું પડશે

Team News Updates

T20 World Cup 2024: શું વરસાદ રમત બગાડશે? હવામાન કેવું રહેશે,ભારતની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં

Team News Updates

પીએમ મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની સિદ્ધિને કરી સલામ, કહ્યું- ‘મહિલા શક્તિની જીત’

Team News Updates