News Updates
ENTERTAINMENT

2024ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની Stree 2 ,પ્રભાસની ફિલ્મ કલ્કિ 2899ને પણ પાછળ છોડી

Spread the love

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’શાનદાર કમાણી કરી રહી છે. 15મી ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ પાંચમા દિવસે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળી હતી. ફિલ્મને પણ રક્ષાબંધનનો લાભ મળ્યો તેવું લાગી રહ્યું છે.

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટાર ફિલ્મ સ્ત્રી 2એ બોક્સ ઓફિસ પર એક મોટો રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મ આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.બોલિવુડ ફિલ્મ સ્ત્રી 2એ માત્ર 5 દિવસમાં જ 228 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે 2024ની સૌથી વધારે કમાણી કરનારી બોલિવુડની ફિલ્મ બની છે.

સ્ત્રી 2એ આ વર્ષની સૌથી કમાણી કરનાર બોલિવુડ ફિલ્મ ફાઈટરના લાઈફટાઈમ કલેક્શનને પણ પાછળ છોડ્યું છે. આટલું જ નહિં વીકએન્ડ કલેક્શન મામલે પ્રભાસ-અમિતાભ બચ્ચનની ફિલ્મ કલ્કિ 2899 એડીથી પણ આગળ નીકળી છે.

સકનિલ્કના અહેવાલ મુજબ, સોમવારે એટલે કે રક્ષાબંધનના દિવસે, સ્ત્રી 2 એ 37 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જેની સાથે ફિલ્મનું કુલ ડોમેસ્ટિક કલેક્શન 228.45 કરોડ સુધી પહોંચી ગયું છે. કહી શકાય કે, સ્ત્રી 2ને રક્ષાબંધનનો પુરેપુરો લાભ મળ્યો છે.

હવે આપણે સ્ત્રી 2ની વાત કરીએ તો વર્ષ 2018માં આવેલી સ્ત્રીની સીક્વલ છે. જેમાં રાજકુમાર રાવ, શ્રદ્ધાકપુરની સાથે પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી મુખ્ય ભુમિકામાં જોવા મળ્યો છા. સ્ત્રીએ બોક્સ ઓફિસ પર 119 કરોડની કમાણી કરી હતી. હવે સીકવલ પણ છપ્પડફાડ કમાણી કરી રહી છે.

સ્ત્રી 2માં 3 કેમિયો જોવા મળ્યો છે. જેમાં વરુણ ધવન અને અક્ષય કુમાર તેમજ તમન્ના ભાટિયા પણ છે. ત્યારે હવે સ્ત્રી 3 આવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


Spread the love

Related posts

બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમના પિતા પર હુમલો, કોંગ્રેસ કાર્યાલયની બહાર કાર્યકરોએ કર્યું ગેરવર્તન

Team News Updates

IND vs USA:‘મિની ઈન્ડિયા’ સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, ભારત-અમેરિકા વચ્ચે સુપર-8ની ટક્કર

Team News Updates

જવાનના 10 દમદાર ડાયલોગ્સ થિયેટરોમાં ધૂમ મચાવી રહ્યા છે, જે તમે પણ નહીં ભૂલી શકો

Team News Updates