News Updates
BUSINESS

Antilia:એન્ટિલિયા મુકેશ અંબાણીના ઘર નું કેટલું આવે છે વીજ બિલ ?

Spread the love

અંબાણીનું ઘર એન્ટિલિયા અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. આ 27 માળની ઇમારતમાં થિયેટર, સ્પા, હેલ્થકેર સેન્ટર, મંદિર, સ્વિમિંગ પૂલ, 9 મોટી લિફ્ટ્સ, હેલિપેડ અને 160થી વધુ વાહનો પાર્ક કરી શકાય એટલું મોટું પાર્કિંગ આવેલું છે. આટલી મોટી ઇમારતને સરળતાથી ચલાવવા માટે અંબાણીએ 600 લોકોનો સ્ટાફ રાખ્યો છે.

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોંઘી અને વૈભવી રહેણાંક ઇમારતોમાં થાય છે. અંબાણીનું ઘર એન્ટિલિયા અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. આ 27 માળની ઇમારતમાં થિયેટર, સ્પા, હેલ્થકેર સેન્ટર, મંદિર, સ્વિમિંગ પૂલ, 9 મોટી લિફ્ટ્સ, હેલિપેડ અને 160થી વધુ વાહનો પાર્ક કરી શકાય એટલું મોટું પાર્કિંગ આવેલું છે.

આટલી વિશાળ ઇમારતમાં વીજળીનો ઉપયોગ માત્ર લાઇટિંગ માટે કરવામાં આવે તો પણ તે લાખોમાં હશે. એન્ટિલિયાનું કદ એટલું મોટું છે કે તેને હાઇટેન્શન ઇલેક્ટ્રિકલ કનેક્શનની જરૂર પડે છે. વિવિધ પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, મુકેશ અંબાણીના ઘરમાં દર મહિને લગભગ 6,37,240 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. તેથી તેનું સરેરાશ વીજળીનું બિલ લગભગ રૂ. 70 લાખ અને ક્યારેક તેનાથી પણ વધુ આવે છે.

આર્કિટેક્ચરે 1.120 એકર વિસ્તારમાં 568 ફૂટ ઉંચી ઈમારતને એવી અદ્ભુત રીતે ડિઝાઇન કરી છે કે તે મુલાકાતીઓને ખૂબ જ પસંદ આવી રહી છે. બિલ્ડિંગનું બાંધકામ 2006 માં શરૂ થયું હતું અને લગભગ 1 બિલિયન ડોલરના ખર્ચે 2010માં પૂર્ણ થયું હતું. બિલ્ડિંગના દરેક ફ્લોરને અલગ-અલગ મોંઘી વસ્તુઓ સાથે અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. એન્ટિલિયાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે 8 તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે. એન્ટિલિયા એ અલ્ટામાઉન્ટ રોડ, કુમ્બલા હિલ, મુંબઈ ખાતે આવેલું છે.

આટલી મોટી ઇમારતને સરળતાથી ચલાવવા માટે અંબાણીએ 600 લોકોનો સ્ટાફ રાખ્યો છે. વિવિધ પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, મુકેશ અંબાણીના એન્ટિલિયામાં કામ કરતા કર્મચારીઓનો પગાર મહિને 1.5 લાખથી 2 લાખ રૂપિયા છે. પગારની સાથે સાથે બાળકો માટે મેડિકલ ભથ્થુ અને શિક્ષણ ભથ્થુ પણ આપવામાં આવે છે.


Spread the love

Related posts

સ્માર્ટફોન ₹10,999ની પ્રારંભિક કિંમતે લોન્ચ:તેમાં D6100+ પ્રોસેસર, 5,000mAh બેટરી અને 50MP કેમેરા સાથે ત્રણ સ્ટોરેજ વિકલ્પો ઉપલબ્ધ

Team News Updates

કેન્દ્રીય કર્મચારીઓને ફરી સારા સમાચાર મળી શકે છે:1 જુલાઈથી મોંઘવારી ભથ્થામાં 3-4%નો વધારો થઈ શકે છે, સરકારે માર્ચમાં DAમાં 4%નો વધારો કર્યો હતો

Team News Updates

 Mutual Funds:34,697 કરોડ  રૂપિયા 1 મહિનામાં જમા થયા, મ્યુચ્યુઅલ ફંડ  લોકોની પહેલી પસંદ બન્યું

Team News Updates