News Updates
NATIONAL

70 સેટેલાઇટ 5 વર્ષમાં સેટેલાઇટ લોન્ચ કરવાની શક્યતા; 4 અને 5ની ડિઝાઈન તૈયાર ચંદ્રયાનની-ISROના ચીફે કહ્યું,સરકાર તરફથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે

Spread the love

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઇસરો હવે ચંદ્રયાન 4 અને 5ની તૈયારી કરી રહ્યું છે. ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથે મંગળવારે (20 ઓગસ્ટ) જણાવ્યું હતું કે સ્પેસ એજન્સીએ ચંદ્ર મિશનના આગામી તબક્કા માટે ડિઝાઇન તૈયાર કરી છે. આ માટે સરકાર તરફથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ પછી ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર લાવવી, ચંદ્ર પરથી અંતરિક્ષયાન લોન્ચ કરવું, ચંદ્રની ભ્રમણકક્ષામાં અંતરિક્ષ ડોકીંગ પ્રયોગનું પ્રદર્શન કરવું અને નમુનામે પૃથ્વી પર પાછા ફરવાનો સમાવેશ થાય છે.

સોમનાથે એ પણ જણાવ્યું કે ISRO આગામી 5 વર્ષમાં 70 સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને ઈન્ડિયન સ્પેસ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ માહિતી આપી હતી.

સોમનાથે કહ્યું કે ચંદ્ર પર જવા માટે અમારી પાસે ઘણા મિશન છે. ચંદ્રયાન-3નું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ચંદ્રયાન 4 અને 5 ની ડિઝાઇન તૈયાર છે અને અમે સરકાર પાસેથી મંજૂરી માંગી રહ્યા છીએ.

અમે આગામી પાંચ વર્ષમાં 70 સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. તેમાં સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોની જરૂરિયાતો પૂરી કરવા માટે લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સનો સમાવેશ થાય છે.

આ 70 ઉપગ્રહોમાં ​​​​​​પોઝિશનિંગ, નેવિગેશન અને ટાઇમિંગ સેવાઓ પ્રદાન કરવા માટે નાવિક પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ (NAVIC) માટે ચાર, INSAT 4D હવામાન ઉપગ્રહો, ઉપગ્રહોની રિસોર્સસેટ સિરીઝ, રિમોટ સેન્સિંગ અને હાઈ રીઝોલ્યુશન ઇમેજિંગ માટે કાર્ટોસેટ ઉપગ્રહનો સમાવેશ થાય છે.

  • સોમનાથે જણાવ્યું હતું કે ઇસરો ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમ, ક્વોન્ટમના ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશનનું પ્રદર્શન કરવા માટે ISRO ઓશનસેટ સિરીઝ અને ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન સેટેલાઇટ 01 અને 02 ડેવલપ કરવાનું પણ આયોજન કરી રહ્યું છે.
  • ISRO ગગનયાન મિશન માટે ડેટા રિલે સેટેલાઇટ પણ વિકસાવી રહ્યું છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે એક હાઈ થ્રુપુટ ઉપગ્રહ અને GSAT ઉપગ્રહ, જેને SpaceX ના ફાલ્કન રોકેટ પર લોન્ચ કરવા માટે યુએસ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
  • ISRO આગામી પાંચ વર્ષમાં પૃથ્વી અવલોકન ઉપગ્રહોની સંપૂર્ણ સિરીઝ લોન્ચ કરવાની પણ યોજના બનાવી રહ્યું છે.


સોમનાથે કહ્યું કે ઈસરોએ પહેલેથી જ આયોજિત મિશન વીનસને હાલ પૂરતું અટકાવી દીધું છે. અમે મિશનનું રી-વેલ્યુએશન કરી રહ્યા છીએ. ઈસરોએ અગાઉ કહ્યું હતું કે ચંદ્રયાન-4 મિશનનું લક્ષ્ય લોન્ચ વર્ષ 2028 છે.

ગગનયાન પ્રોજેક્ટનું પ્રથમ માનવરહિત મિશન આ વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થવાનું છે. રોકેટના તમામ સ્ટેજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર સુધી પહોંચી ચૂક્યા છે.

ક્રૂ મોડ્યુલનું નિર્માણ તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં કરવામાં આવી રહ્યું છે અને બેંગ્લોરમાં યુ આર રાવ સેટેલાઇટ સેન્ટરમાં સર્વિસ મોડ્યુલને ઈન્ટીગ્રેટ કરવામાં આવી રહ્યું છે.

ક્રૂ એસ્કેપ સિસ્ટમ પહેલાથી જ શ્રીહરિકોટા પહોંચી ગઈ છે. તમામ સિસ્ટમ આગામી એકથી દોઢ મહિનામાં શ્રીહરિકોટા પહોંચી રહી છે, જ્યાં અંતિમ પરીક્ષણ અને ઈન્ટીગ્રેશન થશે.

ગગનયાન ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન મિશન છે જેના દ્વારા ચાર અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં જશે. આ મિશન 2024ના અંતમાં અથવા 2025 સુધીમાં શરૂ થઈ શકે છે. ગગનયાનનું 3 દિવસનું મિશન હશે, જે અંતર્ગત અવકાશયાત્રીઓની એક ટીમ પૃથ્વીની 400 કિમી ઉપરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ પછી ક્રૂ મોડ્યુલને દરિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવશે. જો ભારત તેના મિશનમાં સફળ થશે તો તે આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયા આવું કરી ચુક્યા છે.

સ્વતંત્રતા દિવસના અવસરે ISROએ ગગનયાન મિશનના અવકાશયાત્રીઓની ટ્રેનિંગ નો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અવકાશયાત્રીઓને અવકાશ જેવી સિમ્યુલેટેડ સ્થિતિમાં ટ્રેનિંગ ​​​​​​​ આપવામાં આવી રહી છે. ઈસરોએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કર્યો છે. વીડિયોમાં અવકાશયાત્રીઓ સ્પેસ મોડ્યુલની અંદર યોગ કરી રહ્યા છે. તેમને અવકાશયાન, ઝીરો ગ્રેવિટી અને સ્પેસમાં અન્ય પડકારો અનુસાર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.


Spread the love

Related posts

લાલુ તો બેડમિન્ટન રમે છે, જામીન આપવાનો નિર્ણય ખોટો હતો:CBIની સુપ્રીમ કોર્ટમાં દલીલ; લાલુએ કિડની ટ્રાન્સપ્લાન્ટનો હવાલો આપ્યો; 17 ઓક્ટોબરે સુનાવણી

Team News Updates

જ્ઞાનવાપી પર સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઈન્કાર, જાણો શું કહ્યું

Team News Updates

 ROBOT:રોબોટે કરી ‘આત્મહત્યા’… પહેલીવાર કોઈ, સીડી પરથી કૂદીને આપ્યો જીવ ! કામથી પરેશાન થઈને

Team News Updates