News Updates
GIR-SOMNATH

Gir Somnath Rain:કાર ધોવા ગયો હતો યુવક ચેક ડેમ પર ,કાર સાથે તણાયો 

Spread the love

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. ગીર સોમનાથ ખાતે આવેલી હિરણ નદીના પ્રવાહમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. તાલાલા સાસણ રોડ નજીક પસાર થતી નદી પર બાંધવામાં આવેલા ચેક ડેમ પર આ ઘટના બની હતી.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. ગીર સોમનાથ ખાતે આવેલી હિરણ નદીના પ્રવાહમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. તાલાલા સાસણ રોડ નજીક પસાર થતી નદી પર બાંધવામાં આવેલા ચેક ડેમ પર આ ઘટના બની હતી. અચાનક પાણીનો પ્રવાહ વધતા વ્યક્તિને કાર છોડીને ભાગવાની ફરજ પડી હતી. ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા નદીમાં પાણીનો ધસમસતો પ્રાવહ જોવા મળ્યો હતો.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું વાતાવરણ જોવા મળી શકે છે. ગુજરાતમાં આજે એટલે કે 22 અને 23 ઓગસ્ટના રોજ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. પંચમહાલ, વડોદરાના ભાગોમાં 3 થી 4 ઈંચ વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 6 થઈ 7 ઈંચ વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે.


Spread the love

Related posts

મહુવાથી સોમનાથ દર્શનાર્થે આવેલ યાત્રિકોથી વિખૂટા પડેલ સિનિયર સિટીઝનને શોધી તેમના પરિવારને સોમનાથ મરીન પોલીસે પરત સોંપ્યા

Team News Updates

ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Team News Updates

ગુજરાતનાં ગૃહમંત્રીનાં નકલી પીએ બનીને રોફ જમાવતા ઇસમને ઝડપી ગીર સોમનાથ એલસીબીએ ઝડપી પાડ્યો

Team News Updates