હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. ગીર સોમનાથ ખાતે આવેલી હિરણ નદીના પ્રવાહમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. તાલાલા સાસણ રોડ નજીક પસાર થતી નદી પર બાંધવામાં આવેલા ચેક ડેમ પર આ ઘટના બની હતી.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. ગીર સોમનાથ ખાતે આવેલી હિરણ નદીના પ્રવાહમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. તાલાલા સાસણ રોડ નજીક પસાર થતી નદી પર બાંધવામાં આવેલા ચેક ડેમ પર આ ઘટના બની હતી. અચાનક પાણીનો પ્રવાહ વધતા વ્યક્તિને કાર છોડીને ભાગવાની ફરજ પડી હતી. ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા નદીમાં પાણીનો ધસમસતો પ્રાવહ જોવા મળ્યો હતો.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું વાતાવરણ જોવા મળી શકે છે. ગુજરાતમાં આજે એટલે કે 22 અને 23 ઓગસ્ટના રોજ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. પંચમહાલ, વડોદરાના ભાગોમાં 3 થી 4 ઈંચ વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 6 થઈ 7 ઈંચ વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે.