અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઈ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકો દ્વારા કૃષ્ણ અને રાધા તેમજ યશોદા માઁ જેવા પાત્રોની વેશભૂષામાં જોવા મળ્યા હતા. સાથે નાના બાળકોએ ભેગા મળીને જન્માષ્ટમીના ગીત ઉપર ડાન્સ પણ કર્યો. જેમાં સ્કૂલના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ તથા શિક્ષિકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.