News Updates
GUJARAT

Gujarat:માંડ કળ વળી છે ત્યા વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે,રાજ્યના આ ત્રણ જિલ્લાઓમાં ફરી ભુક્કા બોલાવશે વરસાદ

Spread the love

રાજ્યમાં હજુ એક વરસાદનો રાઉન્ડનો શરૂ થશે. આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ તરખાટ મચાવશે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પાંચ દિવસ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આ રાઉન્ડમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે. ગુજરાતના માથે ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આગામી 5 દિવસ વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓને ઘમરોળશે. જેમા છોટા ઉદેપુર, નર્મદા અને સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા આ ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ દરમિયાન પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ તરફ બનાસકાંઠા. પંચમહાલ. દાહોદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે તાપી, નવસારી, ડાંગ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

અમરેલી, ભાવનગર, અમદાવાદમાં વરસાદનું યો એલર્ટ અપાયુ છે. આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની વકી છે. આવતીકાલે ભરૂચ અને સુરતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે. જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.


Spread the love

Related posts

બે સગા ભાઇઓએ અશક્યને શક્ય કરી બતાવ્યું, સફરજનની સફળ ખેતી કરી બન્યા ઉદાહરણરૂપ

Team News Updates

રાંદલ વખતે ઘોડો કેમ ખુંદાય છે?:શિવપુરાણમાં નરકના પ્રકાર વર્ણવ્યા છે, તમે કેવાં કર્મ કરો તો નરકમાં જવાનું થાય?

Team News Updates

સ્ટ્રોબેરી તમને વજન ઘટાડવામાં મદદ કરશે! જાણો તેને ખાવાની સાચી રીત

Team News Updates