News Updates
EXCLUSIVEGUJARAT

JUNAGADH: ભાજપ બરાબરનું ફસાયું, ગત વિધાનસભા ચૂંટણીમાં આપેલા વચનો પુરા ન કરી શક્યું??

Spread the love

જુનાગઢની જનતાને “ફાટક મુક્ત જુનાગઢ”નું આપેલું વચન ધારાસભ્ય કોરડીયા નિભાવી ન શક્યા!!

જૂનાગઢ શહેરને ફાટક મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારને જૂનાગઢ મનપાની અપીલ

તા.૧૬,જુનાગઢ: જૂનાગઢ શહેરને ફાટક મુક્ત કરવાની દિશામાં જૂનાગઢ મનપાએ પહેલ કરી હતી. દેશના રેલવે વિભાગને(railway department in india)જૂનાગઢના સાંસદની મધ્યસ્થી દ્વારા શહેરને ફાટક(Junagadh railway problem) મુક્ત કરાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવશે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જો કે હજુ પણ દિવસોમાં રેલવે વિભાગ દ્વારા જૂનાગઢ મનપાની(Junagadh Municipal Corporation) માંગ પર વિચાર કરવામાં આવે તો જૂનાગઢ શહેરને એક સદી જૂના રેલ્વે ફાટકમાંથી(junagadh railway station) મુક્તિ મળી શકે તેમ છે.

શહેરમાં એક સદી કરતાં પણ વધુ જુના મીટરગેજ લાઈન(railway department in india) ઉપર અનેક રેલવે ફાટકો આવેલા છે. એક સદી બાદ જૂનાગઢ શહેરને ફાટકના કકડાટ માંથી મુક્તિ મળે તેવી વાત ગત વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણી પૂર્વે કરીને ભાજપ હાલમાં જુનાગઢ વિધાનસભાની બેઠક પર વિજયી પણ બની ચુક્યું છે. જૂનાગઢ મનપાના સત્તાધીશો દ્વારા જૂનાગઢ શહેરને માથાના દુખાવા સમાન રેલવે ફાટકમાંથી(Junagadh railway gate problem) કાયમી ધોરણે છુટકારો મળે તે માટે રેલ્વે મંત્રાલયમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની મધ્યસ્થી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને ગત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢ શહેરમાં આવેલા ફાટકોની સામે ભાજપના હાલના ધારાસભ્ય અને સાંસદ સભ્ય દ્વારા એવી પણ ચેલેન્જ પણ આપવામાં આવી હતી કે,”અમારું વચન છે… ફોટો પાડી લો આ બેનરનો આવતી ચૂંટણીએ આ ફાટક નહિ હોય”.

ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારનું વચન ભાજપ દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ હાલમાં વર્ષ-૨૦૨૪ લોકસભાની ચૂંટણી પણ આવી ચુકી છે પરંતુ જુનાગઢ શહેરને માથાના દુખાવા રૂપી આ ફાટકો એમના એમ જ છે. બદલ્યું હોય તો ફક્ત બેનર જ છે.

ન્યુઝ અપડેટ્સ મીડિયા જુનાગઢનાં શાસકોને સવાલ કરી રહ્યું છે કે, શું ચૂંટણીમાં અપાતા વચનો ફક્ત જેટ-તે ચૂંટણી જીતવા પુરતા જ સીમિત હોય છે કે શું?? ઉપરાંત જુનાગઢની બુદ્ધિજીવી જનતા આ ફોટોને સોશિયલ મીડિયામાં શેર કરી રહી હોવાથી “ભાજપનાં વચનમાં ભાજપનાં શાસકો જ ફસાયા” હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


Spread the love

Related posts

141મી રથયાત્રાની તૈયારી:પાટણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પાદરાનું બેન્ડ અને પાલી રાજસ્થાનના ગજરાજો આકર્ષણ જમાવશે

Team News Updates

17મો હપ્તો આ તારીખે ખાતામાં આવી શકે છે,12 કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર

Team News Updates

“મતદાન કરીને જરૂર દેશભક્તિ અદા કરવી જોઈએ. હું અચૂક મતદાન કરીશ.” – શાળાની વિદ્યાર્થિની

Team News Updates