દુલીપ ટ્રફી 2024 ભારતીય ડોમેસ્ટિક સીઝનની શરુઆત આજે એટલે કે, 5 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ માટે સ્ટાર ખેલાડીઓની 4 ટીમ પસંદ કરવામાં આવી છે. તો જાણો દુલીપ ટ્રોફી 2024 તમે ક્યાં લાઈવ જોઈ શકશો.
દુલીપ ટ્રોફી 2024 દ્વારા ભારતીય ડોમેસ્ટ્રિક સીઝનની શરુઆત આજથી થઈ ચૂકી છે. આ ટૂર્નામેન્ટ માટે સ્ટાર ખેલાડીઓની કેપ્ટનશીપમાં 4 ટીમ રમતી જોવા મળશે. પહેલા જ દિવસે ચારેય ટીમ એક્શનમાં જોવા મળશે. ટૂર્નામેન્ટની મેજબાની બેંગ્લુરુની સાથે-સાથે કર્ણાટક અને અનંતપુર, આંધ્ર પ્રદેશને આપવામાં આવી છે. આ સીઝન દુલીપ ટ્રોફી નવા ફોર્મેટમાં રમાશે. ચારેય ટીમ ટીમએ, ટીમબી, ટીમ સી અને ટીમ ડી રાખવામાં આવી છે.
આ ચારેય ટીમના કેપ્ટન શુભમન ગિલ, અભિમન્યુ ઈશ્વરન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરને પસંદ કરવામાં આવ્યા છે. તો ચાલો આજે આપણે દુલીપ ટ્રોફી સાથે જોડાયેલી મહત્વની વાતો જાણીએ.દુલીપ ટ્રોફી 2024ની પહેલી મેચ ટીમ એ અને ટીમ બી વચ્ચે બેંગ્લુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિમમાં રમાશે. તો ટીમ સી અને ટીમ ડીની બીજી મેચ અનંતપુર ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમમાં રમાશે.
દુલીપ ટ્રોફી 2024ની ટીવી પર લાઈવ ક્યાં જોવા મળશે. તો દુલીપ ટ્રોફીનું લાઈવ ટેલીકાસ્ટ ટીવી પર સ્પોર્ટસ 18ની ચેનલ પર જોઈ શકાશે. તેમજ લાઈવ સ્ટ્રીમિંગની વાત કરીએ તો. ચાહકો ફ્રીમાં દુલીપ ટ્રોફી 2024 જિયો સિનેમા પર લાઇવ મેચનો આનંદ ઉઠાવી શકશે. જો તમારે દુલીપ ટ્રોફી 2024ની તમામ અપટેડ વિશે જાણકારી મેળવવી હોય તો તમને ટીવી 9 ગુજરાતીના વેબ પોર્ટલ પર દુલીપ ટ્રોફી 2024ને લગતા તમામ સમાચાર વાંચી શકો છો.
આ વખતે દુલીપ ટ્રોફી ઝોન ફોર્મેટમાં છે. કુલ 4 ટીમ રમતી જોવા મળશે. તમામ ટીમ રાઉન્ડ રોબિન ફોર્મેન્ટમાં એક બીજા સાથે ટકરાશે. છેલ્લે જે ટીમ ટોપ પર હશે. તેને વિજેતા જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ દલીપ ટ્રોફીની પહેલી 2 મેચ બાદ ભારતીય ટીમની પસંદગી બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે થશે. જેમાં દાવેદારીમાં સામેલ ખેલાડીઓ માટે આ મેચ ખુબ મહત્વની રહેશે.
દુલીપ ટ્રોફીની 16મી સિઝન પાછલી સિઝનની સરખામણીમાં ઘણી ખાસ બની રહી છે. અગાઉ આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લેતી હતી, પરંતુ આ વખતે ચાર ટીમો રમતા જોવા મળશે. આ ટીમોની પસંદગી રાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી છે.