News Updates
RAJKOT

60 લાખનો સોનાનો હાર પહેરાવ્યો રાજકોટમાં શ્રીજીને:‘જે.કે. ચોક કા રાજા’ને ડાયમંડનો શણગાર, વૈદિક પુરાણની થીમ સાથે AC વાળા ડોમ

Spread the love

રાજકોટમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અહીં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે વૈદિક પુરાણની થીમ સાથે ગણપતિ પંડાલની સજાવટ કરવામાં આવી છે. જોકે, અહીં એક ભક્ત દ્વારા 800 ગ્રામ એટલે કે અંદાજે 60 લાખ રૂપિયાનો સોનાનો હાર વિઘ્નહર્તાને અર્પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગણપતિના બાજુબંધ સાથે ડાયમંડનો અદભૂત શણગાર કરવામાં આવ્યો છે. ગણપતિની આસપાસ લાઇવ ઉંદરો ફરતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઇને આગની ઘટના બને તો તેને બુઝાવવા અગ્નિશામક યંત્ર રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ CCTV પણ સજજ કરાયા છે. જોકે, આ 10 દિવસ દરમિયાન 35 લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે.

રાજકોટના યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોક ખાતે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આ વખતે 15મા વર્ષે જે.કે. ચોક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વૈદિક થીમ સાથે ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં નાળાછડી, રૂદ્રાક્ષ, સ્વસ્તિક જેવું ડેકોરેશન કરાયું છે. આ મહોત્સવમાં 50 ફૂટ આડો અને 80 ફૂટ લાંબો એસીવાળો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ગણપતિ દ્દાની 9 ફૂટની મૂર્તિ મુકવામાં આવી છે અને મૂર્તિના ફરતે આખો દિવસ 8 જેટલા સફેદ ઉંદર પ્રદક્ષિણા કરી રહ્યા છે. 9 દિવસનું આયોજન અને 10 દિવસ હનુમાનધારા ખાતે વિસર્જન કરવામાં આવશે. આ 10 દિવસમાં કુલ 35 લાખનો ખર્ચ કરવામાં આવશે. દરરોજ સાંજે 8 વાગ્યે મહાઆરતી અને 9થી 12 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

આયોજક બલરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ વખતે ગણપતિ દાદાનો ડાયમંડથી શણગાર કરવામાં આવ્યો છે. એક ભક્ત દ્વારા ગણપતિ દાદાને 800 ગ્રામ સોનાનો હાર પહેરાવવામાં આવ્યો છે. આ વખતે સનાતન ધર્મનો નારો લગાવવામાં આવ્યો છે, ત્યારે વૈદિક પુરાણની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં ઓમ, સ્વસ્તિક, નાળાછડી અને મંદિરની માફક ઘંટ રાખવામાં આવ્યા છે. અહીં દરરોજ રાજકોટ ઉપરાંત બહારગામથી પણ ભાવિકો દર્શન માટે આવે છે. દરરોજ અંદાજે 50,000 ભાવિકો દર્શનનો લાભ લે છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડને ધ્યાનમાં રાખી ફાયર સેફ્ટી માટેના સાધનો રાખવામાં આવ્યા છે. આ સાથે જ CCTV પણ રાખવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં સોમવારે નાસિક ઢોલ અને બાળકો માટે ગેમ્સ, 10 સપ્ટેમ્બરના દીકરો ભૂલ્યો મા-બાપને નાટક નવીન વ્યાસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. જ્યારે 11 સપ્ટેમ્બરે પાણીપુરી અને લાડુ કોમ્પિટિશન, 12 સપ્ટેમ્બરે 15 વર્ષથી નીચેના બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન, 13 સપ્ટેમ્બરે ફક્ત બહેનો માટે ડાંડિયારાસ, 14 સપ્ટેમ્બરે સુરેશ રાવળ, હાજી રમકડું, સાગર મેસવાણિયા અને જયદીપ ખુમાણ દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે. જ્યારે 15 સપ્ટેમ્બરના રામા મંડળ તો 16 સપ્સેટમ્બરે કરાઓકે નાઇટ, બ્લડ ડોનેશન કેમ્પ અને લક્કી ડ્રો થશે. જ્યારે 17 સપ્ટેમ્બરે વિસર્જન યાત્રા કાઢી હનુમાન ધારા ખાતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.

આ ઉપરાંત અન્ય આયોજક કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વખતે જે.કે ચોકના ગણપતિ 9 ફૂટના છે. મૂર્તિને ડાયમંડથી શણગાર કરવામાં આવ્યો છે. વિઘ્નહર્તા સાફામાં સજ્જ છે. એક હાથમાં ત્રિશૂલ અને એક હાથમાં ફરસી છે. આ વખતે અમારા એક ભક્ત દ્વારા ગણપતિ દાદાને સોનાનો હારનો શણગાર કરવામાં આવ્યો છે. રૂપિયા 30 હજારના ડાયમંડનો શણગાર અને 800 ગ્રામ સોનાનો હાર જે લાખોની કિંમતનો છે તે પણ દાદાને ચડાવવામાં આવ્યો છે. હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથે આ વખતે વૈદિક પુરાણની થીમ રાખવામાં આવી છે. જ્યારે લાઈવ ઉંદર તો ખરા જ. જોકે, કુલદીપસિંહ જાડેજા, બલરાજસિંહ રાણા, જે.કે જાડેજા, સત્યરાજસિંહ ઝાલા, ડો. હિરેન બોઘરા અને વિરેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે.કે. ચોક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


Spread the love

Related posts

ઘૂઘરા ખાવાના શોખીનો સાવઘાન:ઈશ્વર ઘૂઘરાવાળાની ચટણીમાં બિમારી નોતરતા રંગની ભેળસેળ, નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં કાયદેસરની કાર્યવાહી કરાશે

Team News Updates

RAJKOT:વર્ના કાર ‘કાળ’ બની રાજકોટમાં :બે વર્ષના પુત્ર અને માતાનું મોત, અન્ય એકની હાલત ગંભીર,બે બાળકો સાથે પગપાળા જતી મહિલાને ચાલકે અડફેટે લીધી

Team News Updates

રાજકોટીયન્સને મળી આવાસની ભેટ:1548 આવાસનું લોકાર્પણ અને 1010 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું, PM મોદીએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી

Team News Updates