ભારત અને બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટમાં ટકરાવા માટે તૈયાર છે. બંન્ને ટીમ 19 સપ્ટેમ્બરથી પહેલી ટેસ્ટમાં આમને-સામને હશે. ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી રહ્યા છે. પહેલી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થશે.
બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ક્રિકેટરો ચેન્નાઈ આવી રહ્યા છે. 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈ ટેસ્ટ સીરિઝ શરુ થતાં પહેલા ટીમ ઈન્ડિયા ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે. જેના માટે રિષભ પંત, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી ગયા છે. વિરાટ કોહલી સીધો લંડનથી સવારે 4 કલાકે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ, રિષભ પંત અને કેએલ રાહુલ એરપોર્ટ પર બસમાં જતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલી પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે એરપોર્ટથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. આ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ માટે બીસીસીઆઈએ પહેલા જ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં 16 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશ આ સીરિઝમાં પાકિસ્તાનને 2-0થી હાર આપી હતી. હવે તેની નજર વધુ એક સીરિઝ જીતવા પર રહેશે.
તેમજ આ વર્ષની શરુઆતમાં જાન્યુઆરી-માર્ચમાં ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની આ પ્રથમ ટેસ્ટ મેચ હશે.વિરાટ ઉપરાંત ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ ચેન્નાઈ પહોંચી ગયો છે. રોહિતનો એરપોર્ટથી બહાર નીકળવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેપ્ટન કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે.
આ વર્ષે કોહલીનું ફોર્મ કંઈ ખાસ રહ્યું નથી. કોહલી T20 વર્લ્ડ કપમાં પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. શ્રીલંકા પ્રવાસ દરમિયાન પણ તે પોતાના બેટમાંથી રન બનાવી શક્યો ન હતો.
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ