News Updates
ENTERTAINMENT

Amitabh Bachchan:ખૂબ જ ડરે છે  અમિતાભ બચ્ચન આ એક વસ્તુથી,તેને મારવાનો પણ કર્યો હતો પ્લાન

Spread the love

અમિતાભ બચ્ચનને વંદાથી ખુબ ડર લાગે છે. તેમણે કેબીસી 16ના એક એપિસોડ દરમિયાન કહ્યું કે, તેમણે એક વંદાને બોટલમાં બંઘ કર્યો હતો. જાણો આ વિશે અમિતાભ બચ્ચને શું કહ્યું.

કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન પોતાના વિશે મજેદાર વાતો કરતા રહે છે. લેટેસ્ટ એપિસોડમાં તેમણે પોતાના એક ડર વિશે વાત કરી હતી. બિગ બી અને સ્પર્ધક વિશે એક ચર્ચા થઈ હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચને કહ્યું કે, તે વંદાથી ખુબ ડરે છે. તેમણે એ પણ કહ્યું કે, વંદાને મારવા માટે તેની સંભાળ રાખી હતી.

કેબીસી 16માં અમિતાભ બચ્ચનની સામે સ્પર્ધક હોટસીટ પર હતી. અમિતાભ બચ્ચને માંખીના પગની સંખ્યા પર વાત કરી રહ્યા હતા. જેના પર સ્પર્ધકે કહ્યું વંદાના પગ ગણવા ખુબ મુશ્કેલ હોય છે. જેના પર અમિતાભ બચ્ચને કહ્યું તેને વંદાથી ડર લાગે છે. તેમણે કહ્યું કે, વંદો ક્યારેય મરતો નથી. મે તેને મારવા માટે અનેક પ્રયત્ન કર્યા તા. એક વખત મેં બોટલ લીધી તેની અંદર તેની અંદર જીવજંતુ મારવાનો પાવડર નાંખ્યો ત્યારબાદ એક વંદાને પકડી તેને બોટલની અંદર નાંખ્યો હતો.

ત્યારબાદ અમિતાભ બચ્ચને કહ્યું સ્ટોરી હજુ પૂર્ણ થતી નથી. એક અઠવાડિયા બાદ બોટલ ખોલી તો વંદો બહાર ઉડી ગયો હતો. અમિતાભ બચ્ચનની જિંદગીનો મજેદાર કિસ્સો સાંભળી ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા.

આ દરમિયાન હોટ શો પર બેસેલી પ્રણિતીએ કહ્યું કે, તેના પિતાનું સપનું હતુ કે, તે આ હોટ સીટ પર બેસે આ વાત કહેતા સ્પર્ધક ખુબ જ ઈમોશનલ થઈ હતી. પ્રણિતે આ શો દરમિયાન 12 લાખ 50 હજાર રુપિયા જીત્યા હતા. પરંતુ 25 લાખ રુપિયાના સવાલનો જવાબ આપી શકી ન હતી. 25 લાખનો સવાલ હતો કે, 1778માં નિકોબાર દ્વીપ સમૂહમાં એક દ્વીપનું નામ ક્યાં સામ્રાજ્યની રાનીના સમ્માનમાં રાખવામાં આવ્યું હતુ. જે સવાલનો સાચો જવાબ હતો હૈબ્સબર્ગ હતુ.

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે કલ્કિ ફિલ્મમાં જોવા મળ્યો હતો. તે અપકમિંગ ફિલ્મ વેટ્ટાયનમાં જોવા મળશે.


Spread the love

Related posts

નવા અવતારમાં જોવા મળ્યો MS ધોની, જાણો કોણે કરી આપી આ હેરસ્ટાઈલ

Team News Updates

અનિલ શર્મા બોલ્યા,’સલમાન બહુ નથી પીતો’:કહ્યું ‘તે માત્ર એક-બે ‘પેગ’ જ લે છે, તેના વિશેની લોકોની માન્યતા ખોટી છે’

Team News Updates

હરાજીમાં આ ભારતીય ખેલાડી પર થઈ શકે છે નોટોનો વરસાદ, ધોનીએ બનાવ્યો સ્ટાર

Team News Updates