News Updates
NATIONAL

બિહારમાં 80 ઘર ફૂંકી માર્યા ભૂમાફિયાએ દલિતોના: જમીન વિવાદને લઈ આતંક મચાવ્યો; પશુઓ જીવતા સળગ્યા, અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું

Spread the love

બુધવારની રાત્રે 8 વાગ્યે બિહારના નવાદામાં એક દલિત કોલોનીમાં ગુંડાઓએ 80 ઘરોને આગ ચાંપી દીધી હતી. આરોપીઓએ ગોળીબાર પણ કર્યો હતો. લોકોને માર પણ મારવામાં આવ્યો હતો. આ પછી અહીં તણાવ છે. ગામમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 5 પોલીસ સ્ટેશનની પોલીસ તહેનાત કરવામાં આવી છે. 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનું કારણ જમીન વિવાદ હોવાનું કહેવાય છે.

મામલો નવાદા જિલ્લાના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના દાદૌરની કૃષ્ણ નગર દલિત કોલોનીનો છે. અનેક પશુઓ પણ સળગી ગયા હતા. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમતથી આગને કાબુમાં લેવામાં આવી હતી. જો કે ત્યાં સુધીમાં ઘરમાં રાખેલ સામાન બળીને રાખ થઈ ગયો હતો.આ કાચા ઘરો બનેલા હતા.

ઘટનાનું કારણ જમીન વિવાદ છે. દલિત પરિવારોની ગામમાં મોટી જમીન છે. આ જમીન બાબતે સામે પક્ષે તકરાર ચાલી રહી છે. તેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. પીડિતોના પરિવારજનોનો આરોપ છે કે બુધવારની મોડી સાંજે ગુંડાઓએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. ઘરોમાં આગ લગાડવામાં આવી હતી અને ગોળીબાર કર્યો હતો.

ગ્રામજનોનો આરોપ છે કે ‘બુધવારે સાંજે લગભગ 8 વાગ્યે પ્રાણ બિઘાના નંદુ પાસવાન સહિત સેંકડો લોકોએ મળીને ગામ પર હુમલો કર્યો હતો. આ સાથે તેઓએ ગોળીઓ પણ વરસાવી હતી. આ દરમિયાન અનેક ગ્રામજનોને પણ માર મારવામાં આવ્યો હતો. આ પછી 80-85 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.

ગ્રામજનોએ કહ્યું, ‘તેઓ આ જગ્યાએ ઘણા વર્ષોથી રહેતા હતા. આ જમીન બિહાર સરકારની છે. જમીન માફિયાઓ આના પર નજર રાખી રહ્યા હતા. કેટલાક દિવસોથી તે જમીન પણ વેચી રહ્યા હતા. અમે તેનો વિરોધ કરતા હતા.

ડીએમએ કહ્યું, ’10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રામજનોના નિવેદનના આધારે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમો તહેનાત છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટ અને મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.

વિપક્ષના નેતા તેજસ્વી યાદવે બિહાર સરકાર પર પ્રહારો કર્યા હતા. કહ્યું કે નીતીશની સરકાર બેફિકર છે.


Spread the love

Related posts

વડોદરાના યુવાને માનવતા મહેકાવી:સલૂનમાં નોકરી કરતો યુવક બપોરના ફ્રી સમયમાં ફૂટપાથવાસી, માનસિક-દિવ્યાંગોના દાઢી-વાળ કાપીને કરે છે સેવા

Team News Updates

દેશની પહેલી બુલેટ ટ્રેનનું ‘નાક લાંબુ’ હશે, કારણ પણ છે ખાસ

Team News Updates

ટ્વિટરને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો:કોર્ટે કહ્યુ-ટ્વિટર કોઈ ખેડૂત નથી, કરોડો ડોલરની કંપની છે; તેને નિયમોની જાણકારી હોવી જોઈએ, કોર્ટે ટ્વિટરની અરજી ફગાવી

Team News Updates