સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઇવે ઉપર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લખતરથી વિરમગામ હાઇવે ઉપર વિઠલાપરા ગામ નજીક હાઇવે રોડનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી રોડની એક સાઈડ બંધ કરેલ અને ત્યારે એક સાઈડ બંને લાઈન ચાલુ હોવાના કારણે સામેથી પુરઝડપે આવતા છોટા હાથીને ડમ્પર સાઈડ કાપતા અચાનક ડમ્પરના ડ્રાઇવર દ્વારા સામેથી પૂરપાટ આવતી ફોરવીલને બચાવવા માટે સાઈડમાં લેતા ડંફરની પાછળ છોટા હાથી ઘૂસી ગયું હતું. જેથી અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં બે લોકોને ઇજા પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્ત ડ્રાઇવર સિકંદરભાઈ ( ઉંમર વર્ષ-35 ) અને તેમના મજુર રોહિતભાઈ ( ઉંમર વર્ષ- 20 )- બંને રહે-વઢવાણને તાત્કાલિક ખાનગી વાહન માફક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડમ્પરચાલક ત્યાંથી ફરાર થયો હતો. અકસ્માતમા છોટા હાથીના આગળનાં કેબીનના ભાગને અતિશય નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થઇ નહોતી.