News Updates
GUJARAT

 બે કાંઠે હેરણ નદી:સીઝનમાં પાંચમી વખત ઓવરફ્લો,છોટા ઉદેપુર જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદી બે કાંઠે થતાં રાજ વાસણા આડબંધ ઓવરફ્લો

Spread the love

છોટા ઉદેપુર જિલ્લામાં બે દિવસથી મેઘ મહેર શરૂ થતાં જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદી બે કાંઠે થઈ છે, જેને લઇને હેરણ નદી પરનો રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં દશેક દિવસના વિરામ બાદ બે દિવસથી ફરીથી મેઘ મહેર શરૂ થઈ છે અને છોટા ઉદેપુર જીલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, ઉપરાંત ઉપરવાસના મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડતાં જિલ્લામાંથી વહી રહેલી નદીઓમાં પુર આવ્યા છે. જેમાં જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં પુર આવતા બે કાંઠે થઈ છે.

હેરણ નદી બે કાંઠે થતાં રાજ વાસણા આડબંધ ઓવરફ્લો રહ્યો છે. સીઝનમાં પાંચમી વખત હેરણ નદી બે કાંઠે થઈ છે. જેને લઇને રાજવાસના ખાતેનો આડબંધ ઓવરફ્લો થતાં આહલાદક દૃશ્યો જોવા મળી રહ્યા છે. અને આ આહલાદક દ્રશ્યો જોવા માટે વહેલી સવારથી લોકો રાજ વાસણા ખાતે ઉમટી પડ્યા છે.


Spread the love

Related posts

હવે ઘરે જ કરો ટામેટાની ખેતી, આ રીતે મોંઘવારીમાં બચશે હજારો રૂપિયા

Team News Updates

પોલીસકર્મીની લાશ સરકારી ક્વાર્ટર્સમાંથી મળી :મહિલાનો પંખે લટકતો મૃતદેહ મળ્યો; જિલ્લા પોલીસવડાની કચેરીમાં ASI તરીકે ફરજ બજાવતી 

Team News Updates

KHODALDHAM નવરાત્રી મહોત્સવ: હજારો ખેલૈયાઓના આનંદનું સરનામું

Team News Updates