ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ની ઓપરેશનલ તૈયારીઓ અને માળખાકીય સુવિધાઓની પ્રગતિની સમીક્ષા કરવા કોસ્ટ ગાર્ડ કમાન્ડર, એડિશનલ ડાયરેક્ટર જનરલ કેઆર સુરેશ ગાંધીનગર પહોંચ્યા.
એડિશનલ ડાયરેક્ટર જનરલ કેઆર સુરેશ, ટીએમ કોસ્ટ ગાર્ડ કમાન્ડર વેસ્ટર્ન સીબોર્ડ 14 માર્ચ ના રોજ ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ની મુલાકાતે પહોંચ્યા હતા.
સમગ્ર ઓપરેશનલ તૈયારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિની સમીક્ષા કરવા ગાંધીનગર પહોંચ્યા હતા.
ફ્લેગ ઓફિસર લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુઓ સહિત ગુજરાતથી કેરળ સુધીના સમગ્ર પશ્ચિમી દરિયા કિનારે ભારતીય કોસ્ટ ગાર્ડ ચાર્ટરની દેખરેખ રાખે છે.
ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, ટીએમ કમાન્ડર કોસ્ટ ગાર્ડ એરિયા (ઉત્તર પશ્ચિમ) એ ICG સીબોર્ડ કમાન્ડરને નવીનતમ ઑપ્સ-ઇન્ફ્રા પ્રગતિ વિશે માહિતી આપી.
ફ્લેગ ઓફિસરે વિસ્તારના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ ઉપરાંત, તેમણે પ્રાદેશિક મુખ્યાલયમાં અધિકારીઓ, નામાંકિત કર્મચારીઓ અને નાગરિકો સાથે વાર્તાલાપ કર્યો.