News Updates
BUSINESS

પ્રારંભિક કિંમત ₹13.99 લાખ,નેક્સોન-EV મોટી બેટરી સાથે લૉન્ચ:પેનોરેમિક સનરૂફ અને સંપૂર્ણ ચાર્જથી 489km રેન્જ, રેડ ડાર્ક એડિશન પણ રજૂ કરાઈ

Spread the love

ટાટા મોટર્સે 24 સપ્ટેમ્બરે નેક્સોન EV ને ભારતમાં મોટા 45kWh બેટરી પેક સાથે લોન્ચ કરી છે. આ સાથે, કારની રેન્જ હવે 465kmને બદલે 489kmની થઈ ગઈ છે. ટાટા નેક્સોન EV મહિન્દ્રા XUV400 EV, ટાટા કર્વ EV અને MG Windsor EV સાથે સ્પર્ધા કરે છે.

નેક્સોન EV ચાર વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે – ક્રિએટિવ, ફિયરલેસ, એમ્પાવર્ડ અને એમ્પાવર્ડ પ્લસ, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 13.99 લાખથી રૂ. 16.99 લાખ સુધીની છે. કંપનીએ હવે તેમાં પેનોરેમિક સનરૂફનો વિકલ્પ આપ્યો છે અને નવા ફીચર્સ પણ ઉમેર્યા છે.

આ સિવાય Nexon EVનું નવું રેડ ડાર્ક એડિશન પણ રજૂ કરવામાં આવ્યું છે. જે તેના ટોપ મોડલ એમ્પાવર્ડ + પર આધારિત છે અને તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 17.19 લાખ છે. આ સાથે, નેક્સોન EV લોંગ રેન્જની શરૂઆતની કિંમતમાં ક્રિએટિવ વેરિઅન્ટ સાથે રૂ. 60,000નો ઘટાડો કરવામાં આવ્યો છે.

વેરિએન્ટલોન્ગ રેન્જ (45kWh બેટરી)મીડ રેન્ઝ (40kWh બેટરી)
ક્રિએટિવ₹13.99 લાખ,
ફિયરલેસ₹14.99 લાખ₹14.59 લાખ
ફિયરલેસ+,₹15.09 લાખ
ફિયરલેસ+ એસ,₹15.29 લાખ
એમ્પાવર્ડ₹15.99 લાખ,
એમ્પાવર્ડ+₹16.99 લાખ₹16.29 લાખ
એમ્પાવર્ડ+ રેડ ડાર્ક એડિશન₹17.19 લાખ,

Spread the love

Related posts

ચોકલેટનું વેચાણ કરશે અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં:200 કરોડમાં થઈ શકે છે ડીલ,કોકોકાર્ટ વેન્ચર્સમાં 74% હિસ્સો ખરીદશે

Team News Updates

શેરબજારમાં હરિયાળી પાછી આવી, મજબૂત ખરીદીને કારણે સેન્સેક્સ 320 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 19638 પર

Team News Updates

અટલ પેન્શન યોજના તમારા વૃદ્ધાવસ્થાને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે:આમાં તમને 210 રૂપિયામાં 5 હજાર રૂપિયાનું પેન્શન મળશે, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

Team News Updates