News Updates
ENTERTAINMENT

Sports:માંસાહારીમાંથી શાકાહારી બન્યો વિરાટ કોહલી કઈ બિમારીને કારણે,જાણો

Spread the love

વર્ષ 2018માં વિરાટ કોહલી સ્વાસ્થ સાથે જોડાયેલી કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. આ સમસ્યાને દુર કરવા માટે તેમણે પોતાના ડાયટમાં પણ કેટલાક ફેરફાર કર્યા હતા. તો ચાલો જાણીએ વિરાટ કોહલી કઈ સમસ્યાથી પીડાય રહ્યો હતો,

વિરાટ કોહલી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દુનિયાનો સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક છે. તે પોતાની શાનદાર બેટિંગની સાથે સાથે પોતાના ફિટનેસ તેમજ તેની લાઈફસ્ટાઈલ માટે જાણીતો છે,પરંતુ તેની ફિટનેસના કારણે તેને વર્કઆઉટની સાથે તેને હેલ્ધી ડાયટ પણ છે.

હાલમાં એક ઈન્ટરવ્યું દરમિયાન વિરાટ કોહલીએ પોતાના ફિટનેસ સાથે જોડાયેલા કેટલાક રાઝ ખોલ્યા છે. જેમાં તે નોનવેજ છોડી કઈ રીતે વેજીટેરિયન બન્યો તેનું કારણ પણ જણાવ્યું છે.

વિરાટ કોહલી વેજિટેરિયન બનવા પાછળ પણ એક કારણ છે. એક ઈન્ટર્વ્યુમાં કહ્યું વર્ષ 2018 દરમિયાન તેના શરીરમાં ખુબ દુખાવો થતો હતો અને તેમણે ટેસ્ટ કરાવ્યો તો તેમાં જાણ થઈ કે, તેના શરીરમાં યુરિક એસિડની માત્રા વધી ગઈ છે. જેના કારણે તેને સ્વાસ્થ સમસ્યા થઈ રહી છે.

જેને ઓછું કરવા માટે આહારમાં ફેરફાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ હતું. તેમણે પોતાની ડાયટમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો અને નોનવેજમાંથી વેજીટેરિયન બની ગયો હતો. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીને યુરિક એસિડની સમસ્યા હતી.

યુરિક એસિડ એ એક પ્રકારનો કચરો છે જે શરીરમાં ઉત્પન્ન થાય છે. જ્યારે તે શરીરમાં મોટી માત્રામાં એકઠા થાય છે, ત્યારે તે સંધિવા, કિડનીની પથરી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. વિરાટ કોહલીએ જણાવ્યું કે, નોનવેજ છોડ્યા બાદ તેના શરીરમાં અનેક ફેરફાર થવા લાગ્યા તેમજ તેને યુરિક એસિડની સમસ્યા પણ ઓછી થઈ ગઈ હતી.


Spread the love

Related posts

શ્રેયસ-અક્ષરની ઈજા અંગે રોહિતનું અપડેટ:કહ્યું- અય્યરની ઈજાથી ચિંતા કરવાની કોઈ વાત નથી, અશ્વિન પણ અમારા વર્લ્ડ કપ પ્લાનનો ભાગ

Team News Updates

કાલાવડ રોડની સયાજી હોટલમાં ટીમ ઇન્ડિયાનું રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત, ઓસ્ટ્રેલિયન ટીમનું ફોર્ચ્યુન હોટેલમાં રોકાણ

Team News Updates

બાંગ્લાદેશની સૌથી મોટી ટેસ્ટ જીત:અફઘાનિસ્તાનને 546 રનથી હરાવ્યું, શાંતોએ બંને ઇનિંગ્સમાં સદી ફટકારી

Team News Updates