News Updates
NATIONAL

400 કરોડ ભારતમાંથી ચીન મોકલાયા;25 કરોડ ED એ કર્યા જપ્ત

Spread the love

ચીને ગેમિંગ એપ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ( ED) એ તેના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. EDએ ચીનના નાગરિકોના ક્રિપ્ટો એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. જેમા રહેલા લગભગ 25 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે, આ રીતે 400 કરોડ રૂપિયાની ગેમિંગ એપ સાથે સંકળાયેલા ચીનના ષડયંત્રનો પર્દાફાશ થયો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચીનના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાઈનીઝ ઓનલાઈન ગેમિંગ એપ્લીકેશન સામે મોટી કાર્યવાહી કરી છે. પ્રથમ વખત, ED એ ઓનલાઈન ગેમિંગ એપ FIEWIN સાથે સંકળાયેલા ચાઈનીઝ નાગરિકોના ક્રિપ્ટો એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે. તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચીની નાગરિકો પાસેથી 25 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેમિંગ એપ દ્વારા ભારતમાંથી 400 કરોડ રૂપિયા ચીન પહોંચ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં ભારતના ચાર નાગરિકોની પણ ધરપકડ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં ખુલાસો થયો હતો કે, ભારતમાં આ ગેપિંગ દ્વારા ચીનના મૂળના નાગરિકોએ ભારતમાં મોટી કમાણી કરી હતી અને કમાણી કરેલા લગભગ 400 કરોડ રૂપિયા ચીન મોકલી દીધા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ત્રણ ચીની નાગરિકોના 3 ક્રિપ્ટો એકાઉન્ટ જપ્ત કર્યા છે. ચીને ગેમિંગ એપ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું.

આ રીતે ચીનના 400 કરોડના ગેમિંગ એપના ષડયંત્રનો પર્દાફાશ થયો. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ ગેમિંગ એપ વિરુદ્ધ દેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને કેટલાક ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી અને પછી ખબર પડી હતી કે આ ગેમિંગ એપ દ્વારા ભારતના 400 કરોડ રૂપિયા ચીનમાં કેવી રીતે પહોંચ્યા છે. ફીવીન એપ આધારિત ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ છેતરપિંડીના કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે અગાઉ 16 મે 2023ના રોજ કોલકાતાના કોસીપોર પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ગેમિંગ એપ ફીવીન દ્વારા છેતરપિંડી અને ષડયંત્ર માટે IPCની કલમ 420, 406 અને 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે PMLA હેઠળ તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે ચીની નાગરિકો ભારતીય નાગરિકોની મદદથી આ એપ ચલાવી રહ્યા છે. ફીવીન એપ દ્વારા ઓનલાઈન ગેમર્સ પાસેથી એકત્ર કરાયેલા નાણાં બહુવિધ વ્યક્તિઓ (જેને રિચાર્જ પર્સન કહેવાય છે)ના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.

બદલામાં, એપ માલિકો રિચાર્જ માટે કમિશન ચૂકવતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ઓરિસ્સાના રાઉરકેલાના રહેવાસી અરુણ સાહુ અને આલોક સાહુએ “રિચાર્જ વ્યક્તિઓ” તરીકે કામ કર્યું હતું. ફીવીન એપ્લિકેશન દ્વારા તેમના બેંક ખાતામાં મળેલા નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. તેઓએ ફીવિન એપમાંથી કમાયેલી ક્રિપ્ટો કરન્સીને વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જ એટલે કે બાઈનન્સ પર ચીની નાગરિકોના વોલેટમાં જમા કરાવ્યું.

અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે ફીવિન એપ આધારિત છેતરપિંડી દ્વારા આશરે રૂ. 400 કરોડની કમાણી કરવામાં આવી છે અને આ નાણા ચીની નાગરિકોના નામે 8 બાઈનન્સ વોલેટમાં જમા કરવામાં આવ્યા હતા, એક્સેસ આઈપી લોગ્સ દ્વારા જાણવા મળ્યું છે કે, આ વોલેટ્સ ચીનથી ચલાવવામાં આવી રહ્યા હતા. ચીની નાગરિકો અરુણ સાહુ, આલોક સાહુ, ચેતન પ્રકાશ, જોસેફ સ્ટાલિન સાથે ટેલિગ્રામ પર વાતચીત કરતા હતા અને ચારેય આ કૌભાંડમાં સક્રિય ભૂમિકા ધરાવે છે. આ તમામ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


Spread the love

Related posts

અજીત પવારના ઘરે ધારાસભ્યોની બેઠક:સતારામાં શરદ પવારની રેલી; NCPએ અજીત સહિત 9 મંત્રીઓને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે

Team News Updates

2000ની નોટ બદલવા માટે IDની જરૂર નથી:SBIએ કહ્યું- કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં, એક વખતમાં 10 નોટ બદલી શકાશે

Team News Updates

વસંતનાં વધામણા:મથુરાથી લઈ વૃંદાવન સુધી ઉત્સવનો ગુલાલ,વ્રજમાં 40 દિવસ સુધી ફાગણ મહોત્સવ

Team News Updates