News Updates
ENTERTAINMENT

 CINEMA :વિક્રમ ઠાકોર વાંસળી વગાડવાથી લઈ સિંગરમાંથી ઢોલિવુડમાં સુપર સ્ટાર બનેલા

Spread the love

વિક્રમ ઠાકોર એક ગુજરાતી સ્ટાર અને સિંગર છે. ગુજરાતી સિનેમામાં અભિનેતાના ચાહકો મોટી સંખ્યામાં છે,ગાયકમાંથી હિરો બનેલા વિક્રમ ઠાકોરનું પરિવાર જુઓઅભિનેતાએ પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે.

ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરના પર્સનલ લાઈફની વાત કરીએ તો તે પોતાના પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેને એક પુત્ર અને પુત્રી છે. વિક્રમ ઠાકોરની પત્નીનું નામ તારા છે. દિકરીનું નામ પુજા અને દિકરાનું નામ મિલન ઠાકોર છે.

ગુજરાતી અભિનેતાની સફર ખુબ જ પ્રેરણાદાયક રહીછે. તેમની મહેનત અને ટેલેન્ટે તેમને આજે એક સફળ સુપર સ્ટાર બનાવ્યા છે.તમને જણાવી દઈએ કે, વિક્રમ ઠાકોર ઢોલિવુડના સુપર સ્ટાર છે.

ગુજરાતી સિંગર અને અનેક હિટ ફિલ્મો આપનાર વિક્રમ ઠાકોરના પરિવાર વિશે. તેમજ તેના કરિયર વિશે નાની-મોટી વાતો જાણો

વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરાના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા.

વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ 2006માં દિગ્દર્શકના કહેવાથી એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ કરી જે સફળ રહી હતી.

ત્યારબાદ અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગામડાના ચાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.

વિક્રમ ઠાકોરની અન્ય સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતુ નથી (2007), વાગી કાળજે કટારી તારા પ્રેમની (2010), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (2011) અને રસિયા તારી રાધા રોકાણી રણ મા (2014)નો સમાવેશ થાય છે.

તેમની છ ફિલ્મોએ ₹3 કરોડની કમાણી કરી હતી અને 2015માં તેઓ વિવિધ માધ્યમોમાં ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર ગણાતા હતા. તેઓ ગાંધીનગરમાં રહે છે.

વિક્રમ ઠાકોર ની સુપરહિટ ફિલ્મની વાત કરીએ તો, કુટુંબ, રખેવાળ, તારી યાદોમાં જિંદગી જવાની, તેમજ 2024માં તેની ફિલ્મ ભાઈની બેની લાડકી રિલીઝ થઈ ચૂકી છે.

ગુજરાતી અભિનેતાની આપણે વાત કરીએ તો વિક્રમ ઠાકોરની ફિલ્મ થિયેટરમાં રિલીઝ થતાંની સાથે ચાહકો ફિલ્મ જોવા ઉમટી પડે છે. આજે વિક્રમ ઠાકોરનું નામ ઘરે ઘરે જાણીતું છે.

તમને જણાવી દઈએ કે, પહેલા વિક્રમ ઠાકોર સિંગર હતા. ત્યારબાદ તેમણે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે. અંદાજે 30થી વધુ ફિલ્મો આપી ચૂક્યા છે.

વિક્રમ ઠાકોર અનેક વખત ઈન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે, તેના જીવન પર ફિલ્મ જરુર બનશે.


Spread the love

Related posts

વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં નહીં રમે તે 9 મહિના પહેલા જ નક્કી થઈ ગયું હતું !

Team News Updates

ગુજરાતી અભિનેત્રી અજય દેવગન સાથે બોલિવુડ ફિલ્મમાં જોવા મળી, જાનકી બોડીવાલાનો આવો છે પરિવાર

Team News Updates

ગુજરાતી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝ માટે કુલ 110 એવોર્ડ જાહેર, ‘ઓમ મંગલન સિંગલમ’ને શ્રેષ્ઠ ફિલ્મ, ‘ફ્કત મહિલાઓ માટે’ને લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ

Team News Updates