News Updates
ENTERTAINMENT

CINEMA:મિત્ર ગઢવી ક્રાઈમ પેટ્રોલથી લઈ ગુજરાતી હિટ ફિલ્મો આપનાર અભિનેતા

Spread the love

આજે આપણે ગુજરાતી અભિનેતા મિત્ર ગઢવીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ. મિત્ર ગઢવી હિન્દી ટીવી સિરીયલ તેમજ શોર્ટ ફિલ્મમાં પણ જોવા મળી ચૂક્યો છે. તેની ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ ચાહકોએ ખુબ પસંદ કરી હતી.

મિત્ર ગઢવીના માતાનું નામ મીના ગઢવી છે, જ્યારે પિતાનું નામ મુકેશ ગઢવી છે. ગુજરાતી અભિનેતાને એક બહેન પણ છે જેનું નામ રાધા છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મોને ચાહકો સારો સપોર્ટ કરી રહ્યા છે.ગુજરાતી અભિનેતા મિત્ર ગઢવીની લોકપ્રિયતા ખુબ છે. અભિનેતાનો કોમેડી અંદાજ ચાહકોને ખુબ પસંદ આવે છે.

હાલમાં મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ ફકત પુરુષો માટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તો આજે આપણે ગુજરાતી અભિનેતા મિત્ર ગઢવીના પરિવાર વિશે વાત કરીએ.

મિત્ર ગઢવી ગુજરાતી અભિનેતા, લેખક અને ગીતકાર છે. તેછેલ્લો દિવસ, બસ એક ચાન્સ, શુ થયુ? અને 3 એક્કા જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતો છે.

થિયેટર આર્ટિસ્ટ તરીકેની તેમની કારકિર્દી લાંબી છે.તેમની 2020ની શોર્ટ ફિલ્મ અનીતા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની હતી.

નાનપણમાં મિત્ર સ્ટેજ પર પરફોર્મ કરવા ઉત્સુક હતા. બાદમાં તેણે અભિનયનમાં આગળ વધારવાનું નક્કી કર્યું, અને મુંબઈ રહેવા ગયો હતો.

મિત્ર ગઢવીએ છેલ્લો દિવસ, બસ એક ચાન્સ, વેન્ટિલેટર, અફરા તફરી, હું ઈકબાલ, વકીલ બાબુ, 3 એક્કા, છેલ્લે ગુજરાતી ફિલ્મ ફકત પુરુષોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને ચાહકોએ ખુબ પ્રેમ આપ્યો છે.

તે 2016માં હિન્દી ક્રાઈમ ટેલિવિઝન સિરીયલ‘ક્રાઈમ પેટ્રોલ’ના એક એપિસોડમાં જોવા મળ્યો હતો. આ સિરીયલ સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવી હતી.

તેણે 2017માં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. 2019માં, તેણે બોલિવૂડ ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’ માટે બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની મદદ કરી હતી.

2020માં, તે શોર્ટ ફિલ્મ ‘અનિતા’ માં જોવા મળ્યો હતો. જેમાં તેણે વિક્રમની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થનારી પ્રથમ ગુજરાતી ભાષાની ફિલ્મ હતી.

ગુજરાતમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અભિનેતા બનવા માટે તે મુંબઈ શિફ્ટ થયો હતો. પરંતુ, તેમને ઉદ્યોગમાં કામ શોધવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.


Spread the love

Related posts

જાડેજાએ એશિયા કપમાં પઠાણનો રેકોર્ડ તોડ્યો:રોહિતે સચિનના રેકોર્ડને તોડ્યો; કોહલી-રોહિત વચ્ચે 5000 રનની ભાગીદારી; જાણો અન્ય રેકોર્ડ્સ

Team News Updates

‘ફાઈટર’ ફિલ્મના સેટ પરથી તસવીરો સામે આવી:દીપિકા પાદુકોણ-હૃતિક રોશન ટીમ સાથે સમય પસાર કરતા જોવા મળ્યા, શૂટિંગ ઈટલીમાં ચાલી રહ્યું છે

Team News Updates

સૌથી વધારે PPV મેચ ધરાવતા આ છે ટોપ 10 WWE સુપરસ્ટાર્સ, જાણો PPVનો અર્થ

Team News Updates