News Updates
ENTERTAINMENT

7 વિકેટે જીત્યું મીરપુર ટેસ્ટ- સાઉથ આફ્રિકા: રબાડાએ મેચમાં 9 વિકેટ ઝડપી, બાંગ્લાદેશ બીજા દાવ 307 રન પર ઓલઆઉટ

Spread the love

સાઉથ આફ્રિકાએ મીરપુર ટેસ્ટમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. ગુરુવારે મેચના ચોથા દિવસે ટીમે પ્રથમ સેશનમાં 3 વિકેટ ગુમાવીને 106 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં 307 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ 308 રન બનાવ્યા અને 202 રનની લીડ લીધી. કાયલ વર્ન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે પ્રથમ દાવમાં 114 રન બનાવ્યા હતા. કાગિસો રબાડાએ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશે સાઉથ આફ્રિકાને 106 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે મેચના ચોથા દિવસે 283 રનથી રમવાનું શરૂ કર્યું અને 307 રન પર સમેટાઈ ગઈ. મેહદી હસન મિરાજે 97 રનની ઇનિંગ રમી હતી. ઝાકિર હસને 58 રન બનાવ્યા હતા. ગુરુવારે દક્ષિણ આફ્રિકા તરફથી કાગિસો રબાડાએ 6 વિકેટ ઝડપી હતી. જ્યારે કેશવ મહારાજને 3 વિકેટ મળી હતી.


Spread the love

Related posts

PICNIC ON BORDER ON THESE VACATION :અમદાવાદથી 225 કિ.મી દૂર 2.69 કરોડના ખર્ચે ઇકો ટૂરિઝમ સેન્ટર તૈયાર, રહેવા-જમવાની સાથે પ્રાકૃતિક સૌંદર્યની મજા માણી શકશે

Team News Updates

આ ભારતીય ક્રિકેટરે રાત્રે 2 વાગ્યે તેની ગર્લફ્રેન્ડને મળવા માટે 300 કિલોમીટરની સફર કરી, કેન્ડલ લાઈટ ડિનર પર પ્રપોઝ કર્યું

Team News Updates

IPLમાં DCને 224 રનનો ટાર્ગેટ:દિલ્હીની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં જ ટીમે ત્રીજી વિકેટ ગુમાવી; ચહરે સોલ્ટ પછી રોસોયુને આઉટ કર્યો

Team News Updates