News Updates
NATIONAL

મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ મહાકાલી મંદિરનું:611 વર્ષ પ્રાચીન મંદિર ગાંધીનગરના અંબોડમાં,અંદાજે રૂપિયા બે કરોડના ખર્ચે નવીકરણ કરવામાં આવ્યું

Spread the love

ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલા અતિ પ્રાચીન શ્રી મહાકાલી મંદિરના શિખર પ્રતિષ્ઠા અને શત ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લગભગ 611 વર્ષ પ્રાચીન મંદિરનું પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે રૂપિયા બે કરોડના ખર્ચે નવીકરણ કરવામાં આવ્યું છે.

આ અવસરે મુખ્યમંત્રીએ મહાકાલી માતાની મૂર્તિ સમક્ષ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા કરી હતી અને માતાજીને સુખી -સમૃદ્ધ ગુજરાત માટે પ્રાર્થના પણ કરી હતી. અંબોડના મહાકાળી માતા મંદિરના શિખર પ્રતિષ્ઠાને શત ચંડી મહાયજ્ઞ મહોત્સવમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 611 વર્ષ જુના પ્રાચીન મહાકાળી મંદિર માં આવીને મા માં મહાકાલીના દર્શનથી હું ધન્યતા અનુભવી રહ્યો છું. હું અહીં પહેલીવાર જ આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ ભી ,વિરાસત ભી ના નેજા હેઠળ આખા દેશમાં મંદિરોના પુનઃસ્થાપન અને પુનઃ નિર્માણનો નવો અધ્યાય શરૂ કર્યો છે.

મહાકાલ હોય કે કાશી વિશ્વનાથ, પાવાગઢ હોય કે અંબાજી તેમની શ્રદ્ધા અને પ્રતિબંધતા થી નવપલ્લવિત થયા છે. વડાપ્રધાન અયોધ્યાના રામ મંદિર નિર્માણ કરી બતાવ્યું છે વડાપ્રધાન શક્તિના ઉપાસક છે અને એ શક્તિથી દેશ માટે પ્રતિબદ્ધ છે. પાવાગઢમાં 500 કરોડના ખર્ચે ધ્વજારોહણ કરાયું છે. ગુજરાતમાં મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે.

આજે અંબોડમાં મહાકાલી મંદિરના નવીનીકરણ બાદ હવે યાત્રી સુવિધા પેવર બ્લોકનું પણ કામ થવાનું છે. તેમણે રાજ્યમાં દરેક જગ્યાએ સ્વચ્છતા જાળવવાની જવાબદારી આપણા સૌની છે એમ જણાવી, દરેક વ્યક્તિને સ્વચ્છતાની જવાબદારી ઉપાડવા વિનંતી કરી હતી.

ગ્રામ્ય આગેવાનોને દાતાઓએ મુખ્યમંત્રીનું ફૂલોના હારથી સ્વાગત કર્યું હતું. તેમજ ઉદ્યોગપતિઓએ મહાકાલી ની મૂર્તિ ચિન્હરૂપે આપીને અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સી જે ચાવડા, જિલ્લા પંચાયત ગાંધીનગરના પ્રમુખ, માણસા તાલુકા પંચાયતના પ્રમુખ , કલેકટર મેહુલ દવે, યાત્રાધામ વિકાસ બોર્ડના તેમજ માણસના મૂળના વતની એવા શ્રદ્ધાળુ અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Spread the love

Related posts

કર્ણાટકમાં સિદ્ધારમૈયા CM, શિવકુમાર ડેપ્યુટી CM:ડીકેએ કહ્યું- પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને ફોર્મ્યુલા પર સહમત, સાંસદનાં ભાઈએ કહ્યું- હું ખુશ નથી

Team News Updates

 કેટલા જોખમી હોય છે Ready to Eat Food હેલ્થ માટે?જાણો

Team News Updates

અલ નીનો એક્ટિવ, શિયાળાની પેટર્ન બદલાઈ:આગામી ત્રણ મહિનામાં દિવસનું તાપમાન 4-5 ડિગ્રી વધુ નોંધાઈ શકે છે

Team News Updates