News Updates
NATIONAL

Banaskantha:કોલેરાગ્રસ્ત જાહેર કર્યા  પાલનપુરમાં 16 વિસ્તારોને, 4 લોકોના મોત

Spread the love

રાજ્યના અનેક શહેરોમાં કોલેરાએ હાહાકાર મચાવ્યો છે. રોગચાળને કારણે દિવસે-દિવસે ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે. ત્યારે પાલનપુરમાં 16 જેટલા વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા છે. કોટ વિસ્તારમાં વધતા રોગચાળાને પગલે ઝાડા-ઉલ્ટીનાં કેસમાં વધારો થયો છે.

આ વિસ્તારમાં તંત્રની બેદરકારીના પગલે હાલમાં 150થી વધુ લોકોને કોલેરાની અસર થઈ છે.જેમાં 30થી વધુ લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ લોકોના કહેવા મુજબ ચાર લોકોના મોત થયા છે.જેની પાછળનું કારણ પીવામાં આવતું ગંદુ પાણી, સફાઈનો અભાવ વગેરે હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.આ સાથે જ લોકોએ આક્ષેપ કર્યો છે કે અનેક રજૂઆત કરવા છતા તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરી નથી.

તો બીજી તરફ ગઈકાલે જ ઝાડા-ઉલટીના કારણે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ છે. આ અગાઉ પણ 3 કોના મોત થઈ ચૂક્યાં હતા.આ વિસ્તારમાં દૂષિત પાણી,ગંદી ગટરો અને સફાઈના અભાવે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. 4 લોકોના મોતથી સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ છે.તંત્ર હંમેશા કોઈપણ ઘટનામાં મોતની રાહ જોતું હોય છે.

Spread the love

Related posts

ફેંગલ વાવાઝોડું ટકરાઈ શકે છે તમિલનાડુમાં 2 દિવસમાં ,75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, 6 જિલ્લામાં સ્કૂલો બંધ, વિમાન સેવાને અસર

Team News Updates

જુલાઈમાં આવશે દેશવાસીઓ માટે સારા સમાચાર! જાણો શું છે મોદી સરકારના મનમાં

Team News Updates

બાળકોને કોઈપણ પ્રકારના રાજકીય પ્રચારથી દૂર રાખોઃ ચૂંટણી પંચ

Team News Updates