પતિ-પત્ની વચ્ચેની લડાઈને કારણે ટ્રેન બંધ રૂટ પર દોડી અને તેના કારણે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું. રેલવેએ પતિને સસ્પેન્ડ કરી દીધો અને તેના કારણે પતિએ હાઈકોર્ટમાં છૂટાછેડાની અરજી કરી. હાઈકોર્ટે કહ્યું, “પત્નીનું આ વર્તન માનસિક ક્રૂરતા છે. પતિએ છૂટાછેડા લેવા જોઈએ.”
છત્તીસગઢના બિલાસપુરનો આ મામલો રસપ્રદ છે. હકીકતમાં બન્યું એવું કે જ્યારે સ્ટેશન માસ્ટર ફરજ પર હતા ત્યારે તેમની પત્ની ફોન પર ઝઘડવા લાગી હતી. એક હાથમાં મોબાઈલ, બીજા હાથમાં ઓફિસનો ફોન, જે તેના હાથમાં જ હતો. બંને તરફ વાત ચાલી રહી હતી. ઓફિસનો ફોન પકડીને પત્નીએ સ્ટેશન મેનેજરને કહ્યું- ઑફિસથી ઘરે આવો, પછી વાત કરીશ. પતિએ ‘OK’ કહ્યું.
બીજી તરફ બીજી લાઇન પર ઓકે સાંભળતા જ બીજા સ્ટેશન માસ્ટરે ટ્રેનને રવાના થવાનો સિગ્નલ આપ્યો અને ટ્રેન એ રૂટ પર ચાલવા લાગી, જેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને તેણે ફોન પર ઝઘડો કરનાર સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કરી દીધો હતો.