News Updates
ENTERTAINMENT

IND v AUS:ટીમ ઈન્ડિયાનું સન્માન બચાવ્યું ઓસ્ટ્રેલિયામાં આ ખેલાડીએ, વિરાટ કોહલીની સાથે થઈ સરખામણી

Spread the love

મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં ધ્રુવ જુરેલે પોતાની શાનદાર બેટિંગથી ભારત Aનું સન્માન બચાવી લીધું છે. તેણે 11 રનમાં 4 વિકેટ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમના સ્કોરને 80 રનની ઈનિંગથી 150 રનથી આગળ લઈ ગયો હતો.

ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં ધ્રુવ જુરેલે 186 બોલમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચમાં તેણે પોતાની ઈનિંગથી ટીમ ઈન્ડિયાનું સન્માન બચાવ્યું હતું. ભારતીય ટીમે 64 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી જુરેલ ઓસ્ટ્રેલિયા A ના અનુભવી બોલરો સામે સૈનિકની જેમ એકલો લડતો રહ્યો. તેણે પહેલા દેવદત્ત પડિકલ, પછી નીતીશ રેડ્ડી અને બાદમાં બોલરો સાથે ભાગીદારી કરી.

ઓસ્ટ્રેલિયા A સામે ચાલી રહેલી મેચમાં ભારત A એ ખાતું ખોલાવ્યા વગર 2 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમે 11 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ એકલા હાથે લડ્યો. તેણે પહેલા દેવદત્ત પડિકલ સાથે 53 રનની ભાગીદારી કરી અને ભારતની ઈનિંગને પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો.

જુરેલે ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી અને નીચલા ક્રમના બેટ્સમેનોની સાથે મળીને 91 રન જોડ્યા અને ટીમનો સ્કોર 155 સુધી પહોંચાડ્યો. પરંતુ આ વખતે તે પોતે જ ઓસ્ટ્રેલિયન બોલરનો શિકાર બન્યો હતો. તેના ગયા બાદ ભારત માત્ર 6 રન જ ઉમેરી શક્યું હતું. તે ભારત A માટે મોટો સ્કોર કરી શક્યો નહોતો. પરંતુ તેની ઈનિંગના કારણે ભારત A ટીમ 161 રનનો સન્માનજનક સ્કોર કરવામાં સફળ રહી.

આખી ટીમે પ્રથમ દાવમાં કુલ 343 બોલનો સામનો કર્યો હતો, જેમાં ધ્રુવ જુરેલે એકલાએ 186 બોલ રમ્યા હતા. તેનો અર્થ એ કે જુરેલે એકલાએ જ ઈનિંગના અડધાથી વધુ બોલનો સામનો કર્યો. જ્યારે ટીમના કુલ સ્કોરમાં લગભગ અડધા રન પણ તેના છે. જુરેલની આ લડાઈ જોઈને કોમેન્ટેટર્સ તેના વખાણ કરવા મજબૂર થઈ ગયા. એક કોમેન્ટેટરે કહ્યું કે ધ્રુવ જુરેલની માનસિકતા અને બોડી લેંગ્વેજ વિરાટ કોહલી જેવી છે.

અગાઉ, જ્યારે તેણે ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ કરી હતી અને ઈંગ્લેન્ડને હરાવવામાં મદદ કરી હતી, ત્યારે તેની તુલના ધોની સાથે કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જુરેલના પિતા ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. જુરેલ પણ સેનાને ખૂબ પસંદ કરે છે અને જ્યારે પણ તે કોઈ મોટી ઈનિંગ રમે છે, ત્યારે તે સલામી આપીને સેલિબ્રેટ કરે છે. 


Spread the love

Related posts

મુંબઈના આ ત્રણ જ વિસ્તારમાં કેમ રહે છે બોલિવુડ સ્ટાર, કારણ છે ખુબ જ રસપ્રદ

Team News Updates

દુનિયાનો નંબર વન યુટ્યૂબર, 820 કરોડની સંપત્તિ:કોઈને આઈલેન્ડ ગિફ્ટમાં આપ્યો, તો કોઈને આપી 40 કાર; માત્ર 25 વર્ષનો યુટ્યૂબર કરોડો ડોલરની કમાણી કરી રહ્યો છે

Team News Updates

હૃતિક-દીપિકાની ફિલ્મ ફાઈટરને વધુ એક ઝટકો ! ગલ્ફ દેશો બાદ હવે અહીં પણ બેન

Team News Updates