News Updates
NATIONAL

રેલવેનું 3 કરોડનું નુકસાન પતિ-પત્નીના ઝઘડામાં: ‘OK’ સાંભળતા જ સ્ટાફે બંધ રૂટ પર ટ્રેનને સિગ્નલ આપ્યો બીજી લાઈન પર,સ્ટે. માસ્ટર ફરજ પર હતા ને પત્ની ફોન પર ઝઘડવા લાગી

Spread the love

પતિ-પત્ની વચ્ચેની લડાઈને કારણે ટ્રેન બંધ રૂટ પર દોડી અને તેના કારણે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું. રેલવેએ પતિને સસ્પેન્ડ કરી દીધો અને તેના કારણે પતિએ હાઈકોર્ટમાં છૂટાછેડાની અરજી કરી. હાઈકોર્ટે કહ્યું, “પત્નીનું આ વર્તન માનસિક ક્રૂરતા છે. પતિએ છૂટાછેડા લેવા જોઈએ.”

છત્તીસગઢના બિલાસપુરનો આ મામલો રસપ્રદ છે. હકીકતમાં બન્યું એવું કે જ્યારે સ્ટેશન માસ્ટર ફરજ પર હતા ત્યારે તેમની પત્ની ફોન પર ઝઘડવા લાગી હતી. એક હાથમાં મોબાઈલ, બીજા હાથમાં ઓફિસનો ફોન, જે તેના હાથમાં જ હતો. બંને તરફ વાત ચાલી રહી હતી. ઓફિસનો ફોન પકડીને પત્નીએ સ્ટેશન મેનેજરને કહ્યું- ઑફિસથી ઘરે આવો, પછી વાત કરીશ. પતિએ ‘OK’ કહ્યું.

બીજી તરફ બીજી લાઇન પર ઓકે સાંભળતા જ બીજા સ્ટેશન માસ્ટરે ટ્રેનને રવાના થવાનો સિગ્નલ આપ્યો અને ટ્રેન એ રૂટ પર ચાલવા લાગી, જેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને તેણે ફોન પર ઝઘડો કરનાર સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કરી દીધો હતો.


Spread the love

Related posts

રાહુલે કુલીનો ડ્રેસ પહેર્યો, માથા પર સામાન રાખ્યો:આનંદ વિહાર ISBT પહોંચ્યા અને કુલીઓને મળ્યા, તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું

Team News Updates

હ્યુમન ટ્રાફિકિંગ કૌભાંડ:અમદાવાદની ભાગોળથી સગીરાનું અપહરણ કરી રાજસ્થાનમાં 2 લાખમાં સોદો કર્યો, સોંપે એ પહેલાં પોલીસે એક પરિવારની ધરપકડ કરી

Team News Updates

બહાર પડશે સિક્કા અને ટિકિટ: બંધારણના 75 વર્ષ પૂર્ણ;રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદના બંને ગૃહોને સંબોધશે

Team News Updates