News Updates
NATIONAL

ઉત્તર પ્રદેશના મેરઠમાંથી ISI એજન્ટ અરેસ્ટ:3 વર્ષથી રશિયાના ભારતીય દૂતાવાસમાં કામ કરતો હતો, પાકિસ્તાન હેન્ડલર્સને સિક્રેટ માહિતી આપતો હતો

Spread the love

ઉત્તર પ્રદેશ ATSએ રશિયામાં ભારતીય દૂતાવાસમાં કામ કરતા એક કર્મચારીની મેરઠથી ધરપકડ કરી છે. સત્યેન્દ્ર સિવાલ નામનો આ કર્મચારી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરતો હતો. સત્યેન્દ્ર મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તહેનાત છે. તે મૂળ હાપુરનો છે. સત્યેન્દ્રને 2021થી ભારતના શ્રેષ્ઠ સુરક્ષા સહાયક IBSA તરીકે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

ATSએ કહ્યું કે સત્યેન્દ્રએ ભારત સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનને આપી હતી. તે પાક હેન્ડલર્સના સંપર્કમાં હતો. ATS મેરઠ યુનિટ દ્વારા પૂછપરછ દરમિયાન સત્યેન્દ્રએ જાસૂસીની કબૂલાત કરી હતી. એટીએસે તેની પાસેથી બે મોબાઈલ ફોન, આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય કેટલીક વસ્તુઓ જપ્ત કરી છે. યુપી એસટીએસના વરિષ્ઠ અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.

ATS અનુસાર, ISI હેન્ડલરોએ વિદેશ મંત્રાલયમાં તહેનાત કેટલાક કર્મચારીઓને ફસાવ્યા હતા. તેઓએ તેને પૈસાની લાલચ આપી. ATSને ઈનપુટ મળ્યા બાદ ટીમ સક્રિય થઈ અને સતેન્દ્ર સિવાલ પર નજર રાખવાનું શરૂ કર્યું. જ્યારે તેની જાસૂસી અંગે મજબૂત પુરાવા મળ્યા ત્યારે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો.

હની ટ્રેપનો શિકાર થયો
ખરેખરમાં, UP ATSને ઇનપુટ મળ્યા હતા કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના હેન્ડલર્સ હની-ટ્રેપમાં ફસાવીને વિદેશ મંત્રાલય (ભારત સરકાર)ના કર્મચારીઓને પૈસાની લાલચ આપીને જાસૂસી કરાવી રહ્યા છે. જ્યારે UP ATSએ આ ઈનપુટની તપાસ કરી તો જાણવા મળ્યું કે સતેન્દ્ર સિવાલે પાકિસ્તાનની ઈન્ટેલિજન્સનો સંપર્ક કર્યો હતો. તેણે પાકિસ્તાનની એજન્સીને આપેલી માહિતીના બદલામાં તેને પૈસા પણ મોકલવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયમાં MTSના પદ પર છે
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એજન્ટો દ્વારા ભારતીય સેના સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ અને ગોપનીય માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. માહિતી અનુસાર, હાપુડના રહેવાસી સતેન્દ્ર સિવાલ વિદેશ મંત્રાલયમાં MTS (મલ્ટી-ટાસ્કિંગ, સ્ટાફ)ના પદ પર નિયુક્ત છે. તે હાલમાં રશિયાની રાજધાની મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસમાં કામ કરતો હતો. ધરપકડ બાદ સતેન્દ્ર પાસેથી બે મોબાઈલ ફોન, આધાર કાર્ડ અને પાન કાર્ડ મળી આવ્યા હતા. સાથે સાથે આરોપી પાસેથી 600 રૂપિયા પણ મળી આવ્યા છે.


Spread the love

Related posts

સાબરમતી જેલમાં બેઠાં-બેઠાં લોરેન્સે કેનેડામાં હત્યા કરાવી!:બિશ્નોઈ તિહાર જેલમાંથી શાર્પશૂટરના કોન્ટેક્ટમાં હતો; અતીક અહેમદે પણ સાબરમતી જેલમાંથી ISI એજન્ટને ફોન કર્યો હતો

Team News Updates

2 BHKની કિંમતના હિંડોળા:5 કલાકની મહેનતે 75 લાખના કલાત્મક હિંડોળા બનાવાયા; અમેરિકન ડોલર અને ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરાયો

Team News Updates

22મીએ દુર્વા અષ્ટમી:આ દિવસે ભગવાન ગણેશની વિશેષ દુર્વાથી કરવામાં આવે છે વિશેષ પૂજા, ઋષિ કશ્યપે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી હતી

Team News Updates