News Updates
NATIONAL

વિરાટને પાછળ છોડ્યો, 11 રેકોર્ડ બનાવ્યા, ન્યૂયોર્કમાં રોહિત શર્માએ તોફાની ઇનિંગ્સથી

Spread the love

ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમે પહેલી મેચમાં આયરલેન્ડ વિરુદ્ધ જીત મેળવી લીધી છે.આયરલેન્ડ વિરૂદ્ધ પોતાની શાનદાર અડધી સદીની ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ કુલ 11 મોટા રેકોર્ડ બનાવ્યા છે, જે નીચે મુજબ છે

ટી20 વર્લ્ડકપ 2024ની 8મી મેચ ભારત અને આયરલેન્ડ વિરુદ્ધ રમાઈ હતી. આ મેચ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. તમને જણાવી દઈએ કે, આ મેચમાં ભારતની જીત થઈ હતી. આ સાથે કેપ્ટન હિટમેને એક અલગજ ફોર્મમાં જોવા મળ્યા હતા. મેચ દરમિયાન રેકોર્ડનો વરસાદ કર્યો છે. તો ચાલો જાણી લઈએ.

રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4000 રન બનાવનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેમના સિવાય આ ઉપલબ્ધિ માત્ર વિરાટ કોહલી અને બાબર આઝમના નામે છે.

આટલું જ નહિ આયરલેન્ડ વિરુદ્ધ અડધી સદી ફટકારી સાથે રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. પહેલા સ્થાને વિરાટ કોહલી છે. આગમી મેચમાં તેના બેટમાંથી 13 રન આવશે તો કોહલીને પણ પાછળ છોડી દેશે.

રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પણ પછાડી દીધો છે. રોહિતના નામે ટી20માં અત્યાર સુધી 4026 રન છે. તેમજ બાબર આઝમ 4023 રન સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપમાં 1000 રન પુરા કરી લીધા છે. આ સાથે તે ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં 1000 રન બનાવનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપમાં અત્યારસુધી કુલ 40 મેચ રમી છે. આ વચ્ચે તેના બેટમાંથી કુલ 1015 રન આવ્યા છે. ખાસ લિસ્ટમાં વિરાટ કોહલી 1142 રનની સાથે પહેલા સ્થાન પર છે. બીજા સ્થાને શ્રીલંકાનો દિગ્ગજ મહેલા જયવર્ધને 1016 રન છે.

આયરલેન્ડ વિરુદ્ધ રોહિત શર્માએ કુલ 3 સિક્સ ફટકારી હતી. આ સાથે તેના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ સિક્સ 600 થઈ છે.

રોહિત શર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 600 સિક્સ ફટકાવનાર દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે. ત્યારબાદ ક્રિસ ગેલનું નામ આવે છે. ગેલે 553 સિક્સ ફટકારી છે

રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 4000 રન બનાવનાર પહેલો બેટ્સમેન પણ બની ગયો છે.

આ સિવાય આઈસીસીના લિમિટેડ ઓવર્સની ટૂર્નામેન્ટમાં તે 100 સિક્સ ફટકાવનનાર પહેલો ભારતીય બની ગયો છે.

રોહિત શર્મા એક ખેલાડી તરીકે 300 ઈન્ટરનેશનલ મેચ જીતનાર ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. તેના પહેલા આ ઉપલબ્ધિ સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ મેળવી છે.

રોહિત શર્મા ભારત તરફથી ટી20 ફોર્મેટનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. તેમણે એમએસ ધોનીને પણ પાછળ છોડી દીધો છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 55 ટી20 મેચમાં 42 જીત મેળવી છે. ધોનીની આગેવાનીમાં ટીમે 72 મેચમાંથી 41 મેચ જીતી છે.


Spread the love

Related posts

મણિપુર હિંસા પર ગૃહમંત્રી અમિત શાહની સીધી નજર, ગંભીરતાને પારખી કર્ણાટક પ્રવાસ રદ્દ

Team News Updates

મોદીજી, મણિનગર ફાટક પર બ્રિજ બનાવી આપો:અમદાવાદની 12 વર્ષની સ્ટુડન્ટે વડાપ્રધાનને લેટર લખ્યો, કહ્યું- હું તમારી નાની ફેન છું અને મારી એક નાની માગણી છે

Team News Updates

દિલ્હીની હવા બની ઝેરી, AQI 400ને પાર:ધોરણ 5 સુધીની શાળાઓમાં રજા જાહેર, બિનજરુરી બાંધકામ પર પ્રતિબંધ; ડોક્ટરોની સલાહ- માસ્ક પહેરવું જરૂરી

Team News Updates