News Updates
INTERNATIONAL

પાકિસ્તાનમાં સુસાઇડ એટેક ક્વેટા રેલવે સ્ટેશન પર:14 જવાન,બ્લાસ્ટમાં 24 લોકોનાં મોત

Spread the love

પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે સવારે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 24નાં મોત થયાં હતાં, જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે એ પહેલાં જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. પ્રાથમિક તપાસમાં આ આત્મઘાતી હુમલાખોરનો મામલો જણાય છે. આ અંગે તપાસ ચાલુ છે.

બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)ના પ્રવક્તાએ કહ્યું, “અમે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સેના પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારીએ છીએ. આજે સવારે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની આર્મી યુનિટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ ઈન્ફન્ટ્રી સ્કૂલમાંથી કોર્સ પૂરો કર્યા બાદ જાફર એક્સપ્રેસથી પરત ફરી રહ્યા હતા. આ હુમલો BLAના આત્મઘાતી યુનિટ મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં મીડિયાને વિગતવાર માહિતી આપવામાં આવશે. સ્ટેશન પર ભીડને જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

આ પહેલાં એસએસપી મોહમ્મદ બલોચે કહ્યું હતું કે આ ઘટના “આત્મઘાતી હુમલા જેવી લાગે છે, પરંતુ હાલમાં કંઈપણ કહેવું ઉતાવળભર્યું રહેશે.” આ મામલે તપાસ ચાલી રહી છે. અગાઉ, ઈધી બચાવ સેવાના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ “રેલવે સ્ટેશનની અંદર થયો હતો.”

બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયાં છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે અને ઘટનાનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. સરકારી અધિકારીએ કહ્યું હતું કે ત્યાંની હોસ્પિટલોમાં ‘ઇમર્જન્સી’ લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે “ઘાયલોને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.” ઘટનાના ફૂટેજમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર કાટમાળ દેખાઈ રહ્યો છે, જે સમયે પ્લેટફોર્મ પરથી એક ટ્રેન પેશાવર જવા માટે તૈયાર હતી.


Spread the love

Related posts

ટાઇટન સબમરીનમાં થોડા કલાક ચાલે તેટલો ઓક્સિજન બાકી:સર્ચનો વિસ્તાર વધાર્યો, 10 વધુ જહાજો શોધમાં લાગ્યા; વીજ પુરવઠો નિષ્ફળ જવાનો પણ ભય

Team News Updates

ચીનમાં કોરોનાની નવી લહેર:ઓમિક્રોનનું XBB વેરિઅન્ટ જૂનમાં પીક પર હશે, એક અઠવાડિયામાં 65 મિલિયન કેસ નોંધાઈ શકે છે

Team News Updates

ભારતે નેપાળમાં 95,000 ટન નોન-બાસમતી ચોખાની નિકાસને આપી મંજૂરી

Team News Updates