News Updates
INTERNATIONAL

 Conference:ઓસ્ટ્રેલિયા જતા પહેલા કહી ગૌતમ ગંભીરે 10 મોટી વાતો

Spread the love

ઓસ્ટ્રેલિયા રવાના થતાં પહેલા ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે અનેક સવાલોના જવાબો આપ્યા હતા.તેમણે વિરાટ-રોહિતના ફોર્મથી લઈ ટીમની ઓપનિંગ જોડી સુધી દરેક વસ્તુ વિશે વાત કરી હતી.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા રવાના થતાં પહેલા મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે 10 મોટી વાત પણ કરી હતી. જેમાં ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહ સાથે પણ જોડાયેલી છે. આટલું જ નહિ ગંભીરે રોહિત અને વિરાટના ફોર્મ પર પુછેલા સવાલોનો પર ગંભીરતાથી જવાબ આપ્યો છે. આ સિવાય ગંભીરે ઓપનિંગના વિકલ્પો પર પણ વાત કરી છે.

  1. ગૌતમ ગંભીરને પહેલો સવાલ રોહિતની ઉપલબ્ધતા પર કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે, આ વિશે ચોક્કસ જાણકારી ટેસ્ટ સીરિઝ શરુ થતાં પહેલા મળી શકે છે.
  2. ગૌતમ ગંભીરના ઓપનિંગ વિકલ્પો પર પણ ખુલ્લીને વાત કરી છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે, રોહિતના ના હોવાથી ઓપનિંગ કોણ કરશે. તો તેમણે અભિમન્યુ ઈશ્વરન, કેએલ રાહુલના નામ પહેલા 2 વિકલ્પો ગણાવ્યા હતા. આ સિવાયએ પણ કહ્યું કે, ટીમમાં બીજો વિકલ્પ પણ છે.
  3. શું શુભમન ગિલને બેટિંગ ઓર્ડરમાં મોકલી શકાય છે. ગંભીરે કહ્યું કે, તમને પ્લેઈંગ ઈલેવન જણાવી શકતો નથી. તે કંડીશન પર નિર્ભર કરશે. કંડીશનને જોઈ ટીમમાં ખેલાડીઓની પસંદગી થશે.
  4. ગંભીરે કહ્યું કે, રોહિત-વિરાટનું ફોર્મ ચિંતાની વાત નથી. તે ખેલાડીઓ પાસે સારો અનુભવ છે. સૌથી મોટી વાત એ છે કે, તેનામાં રનની ભૂખ જોવા મળે છે. જેના માટે તે સખત મહેનત કરી રહ્યા છે.
  5. રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમનો કેપ્ટન છે પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જો તે આગામી મેચ મિસ કરે છે. તો તેના સ્થાને વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળશે.
  6. ગંભીરે કહ્યું કે, ટીમમાં અનુભવ અને જોશનો સારો તાલમેલ છે. ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહેલા ખેલાડીઓના સીનિયર્સનો અનુભવ અનુભવ મદદરૂપ થશે.
  7. હેડ કોચ ગંભીરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા અમને કેવી પીચ આપે છે. તેના પર અમારો કંટ્રોલ નથી પરંતુ અમે અમારા તરફથી કોઈ પણ પરિસ્થિતિમાં રમવા માટે તૈયાર છીએ.
  8. ગૌતમ ગંભીરે કહ્યું કે, અમારો એક મૂળમંત્ર છે. ટીમના હિતને પર્સનલ માઈલસ્ટોનથી આગળ રાખવાનો.
  9. ગંભીરે સ્વીકાર્યું કે ટીમમાં 5 સારા પેસર્સ છે. તેમણે હર્ષિત રાણાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેની પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ નથી પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારો અનુભવ છે.
  10. શું કોચ ગૌતમ ગંભીર પર દબાવ છે. જેવી રીતે કેટલીક વસ્તુઓ ન્યુઝીલેન્ડ સાથે સીરિઝ હારવા પર ચાલી રહી હતી. આના જવાબમાં ગંભીરે કહ્યું તેના પર કોઈ દબાવ નથી.

Spread the love

Related posts

દુબઇથી ભારત સોનાની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ, કસ્ટમ વિભાગે 92 લાખનું સોનું જપ્ત કર્યું

Team News Updates

વાવાઝોડું એગ્નેસ ડબલિનમાં બની રહ્યું છે વધારે ખતરનાક, ભારે વરસાદથી લોકોને થઈ રહી છે મુશ્કેલી

Team News Updates

ચિલીનાં જંગલમાં આગ, 112 લોકોનાં મોત:લોકોએ કહ્યું- પરમાણુ બોમ્બ વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ; રાષ્ટ્રપતિએ કટોકટી લાદી

Team News Updates