News Updates
ENTERTAINMENT

‘પુષ્પા-2’નું  લોન્ચ થશે ટ્રેલર 17 નવેમ્બરે પટનામાં;5 ડિસેમ્બરે મચાવશે ધમાલ અલ્લુ અર્જુનની ફિલ્મ

Spread the love

અલ્લુ અર્જુનની મચ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2’ના ટ્રેલરની રાહ ટૂંક સમયમાં પૂર્ણ થશે. મેકર્સ અનુસાર, ફિલ્મનું ટ્રેલર 17 નવેમ્બર, 2024 ના રોજ સાંજે 6:03 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. પહેલા સમાચાર હતા કે ટ્રેલર 15 નવેમ્બરે રિલીઝ થશે, પરંતુ હવે તેની નવી તારીખ 17 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

તાજેતરમાં, નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને એક નવું અપડેટ પણ આપ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં સાઉથની ડાન્સિંગ ક્વિન શ્રી લીલાનું એક આઈટમ સોંગ પણ હશે. નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર શ્રી લીલાનું પોસ્ટર પણ શેર કર્યું હતું.

પિંકવિલાના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અલ્લુ અર્જુન 15 નવેમ્બરથી 15 દિવસ માટે પટના, કોચી, ચેન્નાઈ, બેંગલુરુ, મુંબઈ અને હૈદરાબાદ જશે. આ દરમિયાન તે ફિલ્મનું પ્રમોશન કરશે. જો બધું બરાબર રહ્યું તો ફિલ્મ ‘પુષ્પા-2’નું ટ્રેલર પટનામાં લોન્ચ કરવામાં આવશે. જો કે, તે સમયે ટ્રેલરની લોન્ચિંગ તારીખ 15 નવેમ્બર હોવાનું કહેવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘પુષ્પા-2’ની ટીમ ફિલ્મને દરેક સ્તરે પ્રમોટ કરવા માંગે છે, જેથી કોઈ પણ પ્રકારની કમી ન રહે. ફિલ્મના નિર્માતાઓ ઇચ્છે છે કે જ્યારે તે 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે ત્યારે ફિલ્મને મોટી સફળતા મળે.

2021માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. આ ફિલ્મે ભારતમાં 313 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોની યાદીમાં તે છઠ્ઠા નંબર પર છે.


Spread the love

Related posts

બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમના પિતા પર હુમલો, કોંગ્રેસ કાર્યાલયની બહાર કાર્યકરોએ કર્યું ગેરવર્તન

Team News Updates

‘દિવંગત અભિનેતા ઈરફાન ખાન સાથે ગાવાનું મારુ સપનું હતું’:ગુરુ રંધાવાએ કહ્યું, ‘સર ગોરા ન હોવા છતાં વિદેશીઓ તેમની સાથે ફોટોગ્રાફ્સ પડાવવા ઉત્સુક હતા’

Team News Updates

વિદ્યુત જામવાલે ગોલ્ડન ટેમ્પલમાં વાસણો સાફ કર્યાં:લોકોએ વખાણ કર્યા, કહ્યું, ‘ગોલ્ડન ટેમ્પલમાં ગોલ્ડન હાર્ટ ધરાવતો માણસ’

Team News Updates