News Updates
AHMEDABAD

Ahmedabad:ભરતી કરવા માગ શિક્ષકોની :યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવા શૈક્ષિક સંઘનો શિક્ષણ મંત્રીને પત્ર

Spread the love

રાજ્યમાં અનેક શિક્ષકોની અછત છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા 2024માં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા માટે ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર જેવા વૈકલ્પિક વિષયના શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો પોર્ટલ પર અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી આગામી દિવસમાં ભરતી કરી શકાય. ત્યારે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શિક્ષણ વિભાગ દ્વારા યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં 2024ની શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા માટે ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર જેવા વૈકલ્પિક વિષયના શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો પોર્ટલ પર અપલોડ કરવા દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી છે. પરંતુ તેમાં વૈકલ્પિક વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વર્તમાન સમયમાં ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ ખેલ જગતમાં આગળ વધી રહ્યા છે. યોગનું મહત્વ પણ વિશ્વ સ્વીકારતું થયું છે. ત્યારે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જેવા વિષયનું મહત્વ સૌના જીવનમાં વિશેષ છે.

તો શરીર અને મનને સ્વસ્થ રાખનાર વિષયની અવગણના ન કરીને તેની ખાલી જગ્યા ઉપર શિક્ષણ સહાયકની ભરતી કરવી જોઈએ. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષકોની પણ ખાલી પડેલી જગ્યાઓની વિગત અપલોડ કરવામાં આવે અને તેમની શિક્ષણ સહાયક તરીકેની ભરતી કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને આ વિષયનો લાભ મળી રહે.


Spread the love

Related posts

અમદાવાદમાં વધુ એક જર્જરીત મકાન ધરાશાયી:ગોમતીપુરમાં 30 વર્ષથી વધુ જૂના ક્વાર્ટર્સની સીડીનો ભાગ તૂટ્યો; ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 26 લોકોનું રેસ્ક્યુ કર્યું

Team News Updates

સાધુ પ્રેમવત્સલદાસજી-બાળકોને સંપત્તિની સાથે સંસ્કાર પણ આપજો

Team News Updates

20 નવી હાઇટેક વૉલ્વો STમાં પહેલીવાર :અમદાવાદથી વડોદરા, સુરત, રાજકોટ માટે 20 નવી વોલ્વો, પહેલી વખત ચાલુ બસે આગ બુઝાવવાની સુવિધા, પેનિક બટન પણ હશે

Team News Updates