News Updates
AHMEDABAD

સાધુ પ્રેમવત્સલદાસજી-બાળકોને સંપત્તિની સાથે સંસ્કાર પણ આપજો

Spread the love

આપણા શાસ્ત્રકારો કહે છે કે, જનની જણ તો જણજે, ભક્ત દાતા કે સુર નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. દરેક માતાની ફરજ છે કે, બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું જોઈએ. પોતાના બાળકને ભક્ત, દાતા અથવા શૂરવીર બનાવવો જોઈએ. આ દુનિયામાં જન્મ આપવો એટલું જ મહત્વનું નથી. જન્મ તો કૂતરા પણ તેમના બચ્ચાંને આપે છે અને ગધેડા પણ તેમનાં બચ્ચાંને આપે છે. પરંતુ સંસ્કાર આપે એવા, માતા-પિતા તો કોઈ ભાગ્યશાળી સંતાનને જ પ્રાપ્ત થાય છે. માતાપિતા એને જ કહેવાય કે, જેમણે બાળપણમાં પોતાના બાળકોને આંગળી પકડીને ચાલવાનું જ નથી શીખવાડ્યું, પરંતુ મંદિર લઈ જવાનું પણ શીખવાડ્યું છે.

માતાપિતાની ફરજ છે કે, પોતાના બાળકોને ફક્ત ખભા ઉપર અને ખોળામાં ના બેસાડો, પરંતુ એમને સંસ્કારની પાઠશાળામાં પણ દાખલ કરાવો. ઘોડાને પણ ચાલ શીખવવી પડે છે, સાહેબ ! જો ગધેડાની ચાલ પ્રમાણે એ ચાલતો થઈ જાય તો, લાતો આપણે ખાવી પડે. તેથી જ બાળકોને નાનપણથી સંસ્કાર આપવા જોઈએ. માટે તો કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી કહેતાં કે, વૃક્ષની કલમને જેમ વાળો તેમ વળે, ધોળા વસ્ત્રને જેવા રંગમાં નાંખો, તેવો રંગ તે ધારણ કરે. કોરા કાગળ ઉપર જે લખવું હોય તે લખાય, તેમ બાળકને જેવા સંસ્કાર આપો તેવા તે થાય. તેથી દરેક માતાપિતાને નમ્ર અપીલ છે કે, બાળકોને શિક્ષણ અને સંપત્તિની સાથે સાથે સંસ્કાર પણ આપજો. બાળકોમાં જો સંસ્કાર હશે, તો તે તમારી પણ સેવા કરશે અને દેશ અને સમાજની સેવા માટે પણ કામ આવશે.


Spread the love

Related posts

ગ્રાન્ટેડ સ્કૂલોએ સરકાર સામે બાંયો ચડાવી:6300 સ્કૂલમાં પડતર પ્રશ્નોને લઈને 50 હજારથી વધુ કર્મચારી આંદોલનના માર્ગે, મુખ્યમંત્રીને એક અઠવાડિયા સુધી લખશે પત્ર

Team News Updates

વડાપ્રધાનની ડીગ્રી માગવાનો વિવાદ:ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસ, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરાવવા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

Team News Updates

1419 કરોડનું પેકેજ જાહેર રાજ્ય સરકારનું ખેડૂતો માટે :અંદાજે 7 લાખ ખેડૂતને મળશે લાભ 20 જિલ્લાના,8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને ચૂકવાશે સહાય

Team News Updates