News Updates
NATIONAL

Election 2024:રાજનીતિમાં ‘ક્વીન” બની કંગના રનૌત બોલિવુડની ક્વિન બાદ,મંડીના લોકોનો આભાર માન્યો

Spread the love

ભાજપ ઉમેદવાર અને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી જીત મેળવી છે. બોલિવુડની ક્વિન સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી મંડીના લોકોનો આભાર માન્યો છે.

બોલિવુડની ધાકડ ક્વીન કંગના રનૌત હવે રાજનીતિની ક્વીન બની ચુકી છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર કંગના રનૌતે મંડી લોકસભા સીટપરથી ચૂંટણી જીતી લીધી છે. આ જીત બાદ અભિનેત્રી ખુબ ખુશ જોવા મળી રહી છે.

કંગના મંડી સીટ પરથી જીત મેળવતા જ બોલિવુડ સ્ટાર અભિનેત્રીને શુભકામના પાઠવી રહ્યા છે. તેમજ કંગનાના ચાહકો પણ આ જીતની ઉજવણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બોલિવુડ અભિનેત્રી કંગનાએ ખુબ પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરી હતી.

કંગના રનૌતની વાત કરીએ તો તે હિમાચલપ્રદેશની રહેવાસી છે. તેમણે મોડલિંગ બાદ વર્ષ 2006માં ગેંગ્સ્ટર ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. પોતાના 18 વર્ષના ફિલ્મી કરિયરમાં કંગના અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેમાં ફેશન , ક્વિન, તનુ વેડ્સ મનુ, અને અનેક હિટ ફિલ્મો સામેલ છે.

કંગના રનૌતને શુભકામનાનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેતા અનુપર ખેરે પોસ્ટ કરી લખ્યું પ્રિય કંગન રનૌતને તેની જીત પર શુભકામના, તમે રોકસ્ટાર છે. તારા માટે મંડીના લોકો ખુબ જ ખુશ છે.

હવે એવા પણ સવાલો થઈ રહ્યા છે કે, કંગના રનૌત મંડી લોકસભા સીટ પરથી જીતી ચુકી છે, તો શું હવે તેનું ફોક્સ રાજનીતિમાં હવે કે, પછી એક્ટિંગ ફીલ્ડમાં પણ જોવા મળશે. હવે જોવાનું રહેશે કે, બોલિવુડ ક્વિન બોલિવુડમાં સક્રિય રહે છે કે, કેમ.


Spread the love

Related posts

ફાર્માસિસ્ટની દીકરી બની IAS ઓફિસર, કોચિંગ વગર પાસ કરી UPSC પરીક્ષા

Team News Updates

Ram Mandir Ayodhya:હવે ACની હવા લેશે ભગવાન, રસદાર ફળોનો ભોગ ધરાશે ,લસ્સી નો ભોગ ધરાશે, કપડાં પહેરાવવામાં આવશે  હળવા સુતરાઉ

Team News Updates

હવાનું પ્રદૂષણ અટકાવવા માટે BMCએ જાહેર કરી ગાઈડલાઈન્સ, પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી

Team News Updates