કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. પ્રિયંકા ગાંધી વિજયનગરમાં રોડ શો કર્યો છે, તે પૂરો થતાં જ પ્રિયંકાનું ચૂંટણી પ્રચાર અભિયાન સમાપ્ત થશે. જ્યારે રાહુલ ગાંધીએ વર્કિંગ વુમન સાથે બસમાં મુસાફરી કરી હતી અને બસ સ્ટોપ પર કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને સેલ્ફી લીધી હતી.
આ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 50 થી વધુ રેલીઓ અને 20 જેટલા રોડ શો કર્યા છે. આમાં સોનિયા ગાંધીએ પણ સભા કરી હતી. જેઓ વર્ષો પછી પ્રચાર કરવા આવ્યા હતા સોનિયાએ હુબલીમાં સભાને સંબોધી હતી.
પ્રિયંકાએ શાયરી પણ સંભળાવી હતી
પ્રિયંકા આ ચૂંટણીમાં ખૂબ જ સક્રિય હતી. રવિવારે કર્ણાટકમાં એક રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, મેં આજે સવારે જોયું કે પ્રથમ ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ મોંઘવારી, વિકાસ અને જનતાને પડતી સમસ્યાઓ વિશે વાત કરી હતી. પરંતુ સાંજે પીએમ મોંઘવારી, વિકાસ અને રોજગારની વાત છોડીને કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્રની વાત કરવા લાગ્યા હતા.
પ્રિયંકાએ બેંગલુરુ દક્ષિણમાં એક જાહેર સભામાં એક શાયરી પણ સંભળાવી, “તુ ઇધર ઉધર કી બાત ના કર, યે બાતા કાફિલા ક્યોં લુટા; મુઝે રહજાનો સે ગીલા નહી, તેરી રહબરી કા સવાલ હૈ.”
મલ્લુ રવિએ કહ્યું કે તેલંગાણા સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન (TSPSC) દ્વારા આયોજિત ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થયા બાદ યુવાનોમાં હતાશા છે. આવી સ્થિતિમાં પાર્ટીના યુવા મેનિફેસ્ટોમાં પાર્ટી યુવાનો અને વિદ્યાર્થીઓને રાજ્યમાં રોજગાર અને બેરોજગારી ભથ્થું આપવા જેવા વચનો આપશે.
રવિએ કહ્યું- અમને ખાતરી છે કે પ્રિયંકા ગાંધીની રેલી રાજ્યના લાખો બેરોજગાર યુવાનો અને વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવશે. આ સાથે તે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને સમાજના તમામ વર્ગોને પ્રેરણા આપવામાં સફળ રહેશે.
કોંગ્રેસે TSPSC પેપર લીકની CBI તપાસની માંગ કરી છે
કોંગ્રેસના સાંસદ એ રેવન્ત રેડ્ડીએ પહેલાથી જ TSPSC પેપર લીક કેસમાં રાજ્યમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું છે. રેડ્ડીએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દેશ અને તેલંગાણાના યુવાનોને નોકરી આપવામાં નિષ્ફળ રહ્યા છે. તેલંગાણા પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) TSPSC પેપર લીક કેસની તપાસ કરી રહી છે. સાથે જ કોંગ્રેસ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે.
આ સિવાય રેવંત રેડ્ડીએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ના સમાપન બાદ તેલંગાણામાં પદયાત્રા કરી હતી.જ્યારે, કોંગ્રેસ ધારાસભ્ય પક્ષ (CLP) નેતા મલ્લુ ભાટી વિક્રમાર્ક છેલ્લા 50 દિવસથી પદયાત્રા કરી રહ્યા છે.