આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે, બાળકોને ચા અને કોફી આપવાથી ગંભીર નુકસાન થાય છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે બાળકોને કઈ ઉંમરે ચા-કોફી આપી શકાય? ખાસ કરીને ભારતમાં, સંસ્કૃતિ એવી છે કે મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચા અને કોફીથી કરે છે. તેમને ચા વગર ઊંઘ પણ આવતી નથી. કેટલાક લોકો ખૂબ આનંદ સાથે બેડ ટી પીવાનું પસંદ કરે છે. આજકાલ પરિસ્થિતિ એવી છે કે નાના બાળકોને પણ ચા પીવાની લત લાગી ગઈ છે. જો તમારું બાળક પણ ચા પીવાની જીદ કરે છે તો આ સમાચાર તમારા માટે છે.
નાની ઉંમરે ચા પીવાથી બાળકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. હકીકતમાં, ચા, કોફી અથવા કેફીનયુક્ત પીણાં તેમજ વધુ માત્રામાં ખાંડ ધરાવતાં પીણાં બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેફીન અને ખાંડ બંને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેનાથી માત્ર શરીર પર જ નહીં પરંતુ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. ચાલો જાણીએ બાળકોને કોફી કે ચા પીવાથી થતા નુકસાન વિશે.
ચા અને કોફીમાં ટેનીન નામનું ખાસ સંયોજન હોય છે જે બાળકોના શરીરમાં કેલ્શિયમ અને આયર્નની ઊણપનું કારણ બને છે. આ જ કારણ છે કે, બાળકો એનિમિયાથી પીડાવા લાગે છે. જેના કારણે હાડકાં નબળાં થવાં લાગે છે. બાળકોને સાંધામાં દુખાવો થવા લાગે છે. ડોક્ટરોના મતે કેફીનથી ભરપૂર મીઠી વસ્તુઓ બાળકોને ન આપવી જોઈએ કારણ કે તેનાથી બાળકોના દાંતમાં સડો થવાની સમસ્યા થાય છે. તેનાથી દાંતમા કેવિટી થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી વારંવાર ટોયલેટની સમસ્યા પણ થાય છે.
12-18 વર્ષની વયના બાળકોએ 100 મિલિગ્રામથી વધુ કેફીન ન લેવું જોઈએ. જો તમારા બાળકો આનાથી વધુ ચા અને કોફીનું સેવન કરે છે તો ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે હાડકા પણ નબળા પડી શકે છે. ઊંઘની કમી, ચીડિયાપણું, ડાયાબિટીસ, ડિહાઇડ્રેશન અને કેવિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ચા-કોફી ઘણા કારણોસર બાળકો માટે નુકસાનકારક હોઈ શકે છે. તેમાં રહેલું કેફીન બાળકો માટે ઘણી સમસ્યાનું કારણ બની શકે છે. કેફીનના સેવનથી બાળકોના મગજની ઉત્તેજના વધે છે. જેની અસર બાળકોના સ્વાસ્થ્ય પર થાય છે. તેની વધુ માત્રા બાળકો અને વૃદ્ધો બન્ને માટે જોખમી બની શકે છે, જેના કારણે ડિહાઇડ્રેશન થવા લાગે છે, બાળકો ઊંઘી શકતા નથી અને તેમના શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થવા લાગે છે.
સિસર્ચ અનુસાર જો બાળકો જમવાના અડધા અથવા એકાદ કલાક પહેલા કોફી પીવે છે તો તેમની ભૂખ મરી જાય છે અને તેમના શારીરિક વિકાસમાં અવરોધ સર્જાય છે
કોફીનમાં મળતા કેફીને કારણે બાળકોને નર્વસનેસ અને ચિંતા જેવી સમસ્યાઓ થવા લાગે છે
જો બાળકો તેનું વધુ માત્રામાં સેવન કરે તો તેઓને વારંવાર પેશાબ લાગે છે, જેના કારણે તેમને ડિહાઇડ્રેશન થવા લાગે છે
તેમાં ખાડનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે, તેથી જો બાળકો તેનું સેવન કરે તો તેમના દાંતમાં સડો થવા લાગે છે