પોરબંદરના સમુદ્રમાં નશાવિરોધી દળોએ સૌથી મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. ઈન્ડિયન નેવી,NCB અને ગુજરાત ATSએ ગત રાતથી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયાકિનારો સોફ્ટ ટાર્ગેટ બન્યો છે. દરિયાઈ માર્ગેથી ગુજરાતમાં ડ્રગ્સ ઠલવાઈ રહ્યુ છે. અવારનવાર દરિયાકિનારેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. કચ્છ ચેકપોસ્ટ પરથી અવારનવાર ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ત્યારે પોરબંદરમાં દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ આવતુ હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ અને NCBએ ગત રાત્રિથી જ મોટુ ઓપરેશન હાથ ધર્યુ હતુ અને જેમા ઈન્ડિયન નેવીની પણ મદદ લેવાઈ હતી. આ ઓપરેશનની સફળતાના ભાગરૂપે દરિયાઈ માર્ગેથી 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
નેવી અને કોસ્ટગાર્ડના જહાજ દ્વારા NCB સાથે જઈ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. જેને પોરબંદર પોર્ટ પર લાવવામાં આવશે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાથી આવ્યો, કોણે મગાવ્યો હતો અને ક્યા જહાજ ક બોટ મારફતે લવાયો તેની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવશે.