News Updates
GUJARAT

DAHOD:ગાંજાની ખેતી ઝડપાઈ ડ્રોનની મદદથી; દેવગઢ બારીયાના ગુણા ગામે,3 આરોપીઓની ધરપકડ

Spread the love

ગુજરાતમાં નશાનું વાવેતર કરવા પર પ્રતિબંધ હોવા છતા કેટલીક વાર આ પ્રકારના વાવેતર ઝડપાતુ હોય છે. ત્યારે દાહોદમાં પોલીસે નશાનું વાવેતર શોધી કાઢવા ડ્રોન ટેક્નોલોજીની મદદ લીધી છે.

ગુજરાતમાં નશાનું વાવેતર કરવા પર પ્રતિબંધ હોવા છતા કેટલીક વાર આ પ્રકારના વાવેતર ઝડપાતુ હોય છે. ત્યારે દાહોદમાં પોલીસે નશાનું વાવેતર શોધી કાઢવા ડ્રોન ટેક્નોલોજીની મદદ લીધી છે. SOG પોલીસે દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. આ સાથે જ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે. ગુણા ગામના ગણિયા ફળિયાના ખેતરોમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી. SOGએ ગાંજાના અંદાજે 169 કિલોના 493 છોડ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ આ અગાઉ અમદાવાદના મોટેરાના ચંપાવત ફાર્મ પાસે ગાંજો ઝડપાયો છે. 1.42 લાખની કિંમતનો 14 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. રાજસ્થાનથી કિશન રૈગર નામનો વ્યક્તિ ગાંજો લાવ્યો હતો. સુભાષબ્રિજ પાસે પ્રવીણ નામના વ્યક્તિને આપવાના હતા. અમદાવાદનો કમલેશ નામનો વ્યક્તિ ડિલીવરી લેવા ગયો હતો. કિશન નામના આરોપી સામે વાહન ચોરીનો પણ એક ગુનો નોંધાયેલો છે. FSLની મદદથી ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

નંદી કેવી રીતે બન્યા ભગવાન શિવનું વાહન? વાંચો રસપ્રદ પૌરાણિક કથા

Team News Updates

ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેકટરમાં લાગી આગ, આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની આંખમાં બળતરા

Team News Updates

PM મોદીએ 13,000 ફૂટની ઉંચાઈ પર બનેલી સૌથી લાંબી ટુ-લેન ટનલનું કર્યું ઉદ્ઘાટન

Team News Updates