હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડીની આગાહી કરી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડીની આગાહી કરી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, ડાંગ, મોરબી, નર્મદા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે.
તેમજ બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, ભરૂચ, બોટાદ, જુનાગઢ, કચ્છ, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી ઠંડી પડવાની શરુઆત થઈ શકે છે. તેમજ 23 નવેમ્બરથી 25 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટે તેવી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં વહેલી સવારના સમયે 15 ડિગ્રી તાપમાન રહી શકે છે.
આ ઉપરાંત 22, 23 અને 24 નવેમ્બરે અરબ સાગરમાં લૉ-પ્રેશર બને તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 22, 23 અને 24 તારીખે બંગાળ ઉપસાગરમાં ડીપ્રેશન બને તેવી સંભાવના વ્યક્ત કરી છે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયકલોન બનવાની શકયતા છે. 29 નવેમ્બરથી ન્યૂનતમ તાપમાન 8થી 10 ડિગ્રી રહી શકે છે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે.