News Updates
GUJARAT

તમારા યુરિનનો રંગ શું સંકેત આપે છે ? જાણો તમને કોઇ બીમારી તો નથી ને

Spread the love

કિડની એ શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે જે શરીરમાંથી પ્રવાહી કચરાને ફિલ્ટર કરે છે અને શરીરમાં ખનીજ, મીઠું અને પાણીનું સંતુલન જાળવી રાખે છે, પરંતુ જો કિડની યોગ્ય રીતે કામ ન કરી શકે તો શરીરમાંથી પ્રવાહી કચરો સંપૂર્ણપણે દૂર થતો નથી અને હાનિકારક કચરો શરીરમાં જમા થવા લાગે છે.

કિડની એ શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે જે શરીરમાંથી પ્રવાહી કચરાને ફિલ્ટર કરે છે અને શરીરમાં ખનીજ, મીઠું અને પાણીનું સંતુલન જાળવી રાખે છે, પરંતુ જો કિડની યોગ્ય રીતે કામ ન કરી શકે તો શરીરમાંથી પ્રવાહી કચરો સંપૂર્ણપણે દૂર થતો નથી અને હાનિકારક કચરો શરીરમાં જમા થવા લાગે છે.

જ્યારે આવું થાય છે, ત્યારે આપણા યુરિન દ્વારા પ્રોટીન, હાનિકારક પદાર્થો અને લોહી બહાર આવવા લાગે છે. આ કારણે પેશાબનો રંગ બદલાય છે.તમારે પણ જાણવુ જોઇએ કે કયા રંગનો યુરિન શું સંકેત આપે છે.

જો તમારા યુરિનનો રંગ ઘેરો લાલ કે ભૂરો હોય તો તે કિડની ફેલ્યોરનો સંકેત હોઈ શકે છે.આ રંગનો પેશાબ કિડની ફેલ્યોરનો સંકેત આપે છે, જો કે બધા ઘેરા રંગના પેશાબને કિડની ફેલની નિશાની ગણી શકાય નહીં, તેથી તમારા આરોગ્ય નિષ્ણાતનો સંપર્ક કરો.

સામાન્ય રીતે યુરિનનો રંગ સ્પષ્ટ અથવા આછો પીળો હોય છે. આછો પીળો યુરિનનો રંગ સૂચવે છે કે તમે પૂરતું પાણી પી રહ્યા છો અને તમારી કિડનીનું સ્વાસ્થ્ય પણ સારું છે.

ઘાટા પીળા રંગના યુરિનનો અર્થ એ છે કે તમે પૂરતું પાણી પીતા નથી અને તમારે વધુ પાણી પીવાની જરૂર છે. ગુલાબી કે લાલ રંગનો પેશાબ ત્યારે થાય છે જ્યારે તમારા યુરિનમાં લોહી હોય,આ માટે તરત જ આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી.

જો તમે ભોજનમાં રંગ મેળવેલો હોય તેવો ખોરાક ખાઓ છો અને જો તે પાચન દરમિયાન યોગ્ય રીતે ભળતા નથી તો યુરિનનો રંગ વાદળી થઈ શકે છે અને જો તમારું પેશાબ ફીણવાળું હોય તો તેનો અર્થ એ છે કે તમારા પેશાબમાં પ્રોટીન આવી રહ્યું છે.

જ્યારે તમારી કિડની બગડવા લાગે છે, ત્યારે યુરિનના રંગમાં ફેરફાર સાથે ઘણા લક્ષણો દેખાય છે. જેમ કે પેશાબ ઓછો થવો, પગ અને પગની ઘૂંટીઓમાં સોજો, ઊંઘમાં તકલીફ, રાત્રે સ્નાયુઓમાં દુખાવો, ચક્કર, ઉબકા, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો કે દબાણ અનુભવવું, કોઈ નિર્ણય લેવામાં અસમર્થતા જેવા લક્ષણ દેખાય છે.


Spread the love

Related posts

ગોલમાલ: ૫ વર્ષ પૂર્વે ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપનાર આપ નેતા ગોપાલ ઈટાલીયાને પ્રમોશન??

Team News Updates

સોમનાથ મહાદેવના દર્શન કરી જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 તાલીમાર્થીઓ સહિત રેન્જ આઇ.જી એ ધ્વજાપૂજા કરી

Team News Updates

120 કરોડના ખર્ચે બની રહ્યું છે મંદિર, ભવાનીધામનું નિર્માણ કાર્ય શરુ, રાજપૂતોની આસ્થાના કેન્દ્ર સમાન

Team News Updates