News Updates
SURAT

SURAT:ગેસ ભરતા સમયે બ્લાસ્ટ :ડિજિટલ પ્રિન્ટિંગના ACના કમ્પ્રેસરમાં સુરતમાં એકનું આખુ શરીર સળગ્યું; બીજાને સામાન્ય ઇજા

Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ACના કમ્પ્રેસરમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં AC રીપેરીંગ વખતે કમ્પ્રેસરમાં ગેસ ભરતા સમયે બ્લાસ્ટ થતાં એક કામદાર સંપૂર્ણ દાઝી ગયા હતા. જ્યારે બીજાને સામાન્ય ઇજા થઇ હતી. આગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા શખસોને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં એકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કોમલ સર્કલ પાસે દર્શન સોસાયટીમાં ડિજિટલ પ્રિન્ટિંગ ખાતું ચાલી રહ્યું છે. બમરોલી રોડ પર આવેલા આ ડિજિટલ પ્રિન્ટિંગ ખાતામાં AC ખરાબ થઈ ગયું હતું. જેમાં AC રીપેરીંગવાળા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ACના કમ્પ્રેસરમાં ગેસ ભરતા સમયે બ્લાસ્ટ થયો હતો. જેથી, AC રીપેરીંગ કરતા કારીગર દાઝી ગયા હતા. બ્લાસ્ટને પગલે આગ લાગી જતા એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે, તે સંપૂર્ણ સળગી ગયો છે. ગંભીર હાલતમાં યુવકને લઈને 108ના એમટી સાહિલ બારોટ અને પાયલોટ સૌરભ પટેલ માત્ર 5-8 મિનિટમાં સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ અંગે ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ બમરોલી રોડ પાસે ડિજિટલ પ્રિન્ટિંગ પ્રેસમાં ACમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગની ઘટના બની હતી અને ફાયર વિભાગને કોલ મળ્યો હતો. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ પહેલા જ ACમાં ગેસ રિફિલિંગ કરતા એક વ્યક્તિને વધારે ઇજાઓ પહોંચી હતી, તે ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી, તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને અન્ય એક શખસને સામાન્ય ઇજાઓ પહોંચી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 32 વર્ષીય વિપિન ચૌધરી AC રીપેરીંગનું કામ કરે છે અને આ ડિજિટલ પ્રિન્ટિંગ ખાતામાં AC બગડ્યું હોવાથી તે અને તેના સાથીદાર અહીં આવ્યા હતા અને કામ કરતાં સમયે ગેસ ભરી રહ્યા હતા, ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો ઉત્તર પ્રદેશના છે તેમના પરિવારમાં પત્ની માતા-પિતા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થયો છે તેનું નામ નોસદ છે. જે દીવાલની બીજી સાઈડ હતો જેથી તેને સામાન્ય ઇજાઓ થઈ છે. હાલ સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે


Spread the love

Related posts

12 માળનું બનશે ગુજરાતમાં પહેલીવાર પોલીસ ભવન:CMએ ઇ-ખાતમુહૂર્ત કર્યું, ટ્રાફિક, સાયબર અને ઇકોનોમિક સેલ એક જ બિલ્ડિંગમાં હશે,સુરતમાં 36 કરોડના ખર્ચે તૈયાર થશે

Team News Updates

19 વાદ્યો વગાડી વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું,સંગીતના 700થી વધુ લાઈવ શો કર્યા,17 વર્ષની ઉંમરમાં જ,સુરતના ભવ્યની સંગીતમાં ભવ્યતા

Team News Updates

 3 સંતાનના પિતાએ 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું:સુરતમાં શ્રમિક પરિવારની પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કરી વતન લઈ ગયો હતો, પોલીસે ધરપકડ કરી

Team News Updates