News Updates
SURAT

 Surat:બ્રાન્ડેડ ચીજવસ્તુનો ડુપ્લિકેટ જથ્થો જપ્ત,સુરતમાં નકલી ફેક્ટરી ઝડપાઈ, ડેટોલ, હારપિક-લાઈઝોલ

Spread the love

સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઇ છે. સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ, હારપિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો. જેમાં રો-મટીરીયલ સહિત ડુપ્લિકેટ ચીજવસ્તુનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે. ત્યારે વધુ એક ડુપ્લિકેટ વસ્તુ બનાવતી ફેક્ટરી સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે. નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો. જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો-મટીરીયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું.

ખોરાક અને ઔષધ નિયમન તત્રની વિના મંજૂરીએ જ ફેક્ટરી ચાલતી હતી. ડેટોલ, હરપિક સહિતની કંપનીઓ દ્વારા આ મામલે તપાસ બાદ પોલીસને સાથે રાખી દરોડા પડી નકલી ફેક્ટરીને ઝડપી પાડી હતી. ફેક્ટરીમાંથી બનાવટી ડેટોલ, લીકવિડનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, એક અઠવાડિયા પહેલાં Reckitt Benckiser (India) કંપનીને મૌખિક રીતે માહિતી મળી હતી કે, સુરત સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર માતૃશ્રી કંપાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી લીકવીડનું ઉત્પાદન કરતા કોઈ શખસે હારપિક લીકવીડ, ડેટોલ, લાઈઝોલના નામથી માલનું વેચાણ કરે છે. જેથી કંપનીના અધિકારીઓએ સરથાણાના પોલીસ ઈન્સપેકટર એમ.બી. ઝાલાને જાણ કરી હતી. ત્યાર બાદ કંપનીના ત્રણ અધિકારીઓ સાથે ફેક્ટરી પર તપાસ માટે ટીમ મોકલી હતી.

સરથાણા કેનાલ રોડ માતૃશ્રી કંપાઉન્ડમાં મહાદેવ ક્રિએશન નામના પતરાના સેડ વાળા (3 યુનીટ) ગોડાઉનમાં લીકવીડનું ઉત્પાદન કરવામાં આવતું હતું. માલિક 34 વર્ષીય પ્રકાશભાઈ મોહનભાઈ મોલ્યા ફેક્ટરી પરથી જ મળી આવ્યો હતો. ત્યાર બાદ તેને જ સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતા કંપનીના લોગો વાળા હારપીક, લાઈઝોલ અને ડેટોલ (Dettol) લીકવીડના કેટલાક કેન અને ખાલી કેન મળી આવ્યા હતા. આ સાથે કંપનીના લોગો વાળા સ્ટીકરો મળી આવ્યા હતા.

ફેક્ટરીમાંથી હારપિકના પાંચ લીટરના 1.65 લાખના 165 કેન, લાઈઝોલના પાંચ લીટરના 90 હજારના 100 કેન, ડેટોલ લીકવીડના પાંચ લીટરના 84,800 રૂપિયાના 154 કેન, હારપિકના પાંચ લીટરના ખાલી 250 કેન, હારપિકના એક લીટરના ખાલી 10પ કેન, લાઈઝોલ પાંચ લીટલના ખાલી 130 કેન, ડેટોલ પાંચ લીટરના ખાલી 125 કેન અને સ્ટીકરો સહિત કુલ 4.39 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

કંપનીના અધિકારીએ હાલ નકલી ફેક્ટરીના માલિક પ્રકાશભાઈ મોહનભાઈ મોલ્યા વિરૂદ્ધ કોપી રાઈટ એક સહિતની કલમો આધારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.


Spread the love

Related posts

ABC ડેટા ક્રેડિટ કરી ત્રણ વર્ષમાં 8.79 લાખ દેશમાં પ્રથમ:VNSG યુનિ.એ 100 દિવસમાં 1.62 લાખ ડેટા એપલોડ કરી પાંચમું સ્થાન મેળવ્યું

Team News Updates

સુરતમાં યુવક દોટ મુકીને સામેથી આવતી સ્કૂલબસ નીચે સૂઈ ગયો, રસ્તા પર જ તડપી તડપીને મોત

Team News Updates

SURAT:બાળકી  ગુમ થયેલી સુરત પોલીસે  માત્ર 2 કલાકમાં જ તેના માતા-પિતા સાથે કરાવી આપ્યુ મિલન

Team News Updates