મહેસાણા LCBની ટીમે ગત મોડી રાત્રે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. જેની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. સમગ્ર કેસમાં બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી વિદેશી દારૂ સમેત 64.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મહેસાણા LCB ટીમના પી.એસ.આઈ એમ.બી પઢીયાર સહિતની ટીમને બાતમી મળી હતી કે, GJ10GB6655 નંબરના કન્ટેનર માં દારૂ ભરી રાજસ્થાન થી ઊંઝા થઈને અમદાવાદ બાજુ જવાનું હોવાની જાણ થતાં LCB ટીમ રાત્રે ઊંઝા નજીક આવેલા બ્રાહ્મણ વાળા ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી તપાસ આદરી હતી એ દરમિયાન કન્ટેનર આવતા જ પોલીસે ઝડપી લીધું હતું.
કન્ટેનરમાં તપાસ કરતા રાજસ્થાનના જાટ હરીશ ને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેને ઝડપી કન્ટેનર માં તપાસ કરતા કન્ટેનર માંથી તપાસ દરમિયાન તેમાંથી 800 થી વધુ વિદેશી દારૂ બોટલ કિંમત 37,38,048 નો દારૂ ઝડપાયો છે.ત્યારે તપાસ દરમિયાન 25 લાખનું કન્ટેનર, 5 હજારનો મોબાઇલ મળી કુલ 62,43,048 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ડ્રાઇવર ને વિદેશી દારૂ પંજાબ લુધિયાના ખાતેથી સુરેન્દ્ર સિંહ ભરી આપેલ અને આ દારૂ ગુજરાત માં કોઈએ મંગાવ્યો હતો. આ દરમિયાન પોલીસે ડ્રાઇવરને ઝડપી મુદ્દામાલ કબ્જે કરી ઊંઝા પોલીસમાં ગુનો નોંધાવી વધુ તપાસ આદરી છે.