News Updates
GUJARAT

FENGAL Cyclone: વાવાઝોડામાં ફેરવાયુ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલુ દબાણ,ગુજરાતને કેટલી અસર પહોંચાડશે

Spread the love

બંગાળની ખાડીમાંથી ફરી એકવાર આફત આવી છે. હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ઊંડું દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ફેંગલ નામનું ચક્રવાતી વાવાઝોડું 30 નવેમ્બરે બપોરે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા છે.

ફેંગલ નામનું ચક્રવાતી વાવાઝોડું 30 નવેમ્બરે બપોરે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે અગાઉ માહિતી આપી હતી કે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સર્જાયું છે તે ચક્રવાતમાં રૂપાંતરિત થશે નહીં. પરંતુ હવે એક નવું અપડેટ છે.  

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ ચક્રવાત ‘ફેંગલ’ શનિવારે એટલે કે આજે બપોરે ત્રાટકશે. હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે તે તમિલનાડુના મહાબલીપુરમ નજીક ઉતરશે. તે પહેલા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાની મહત્તમ ઝડપ 90 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.

તમિલનાડુના મહાબલીપુરમ પાસે પણ ભૂસ્ખલનના સંકેતો મળ્યા છે. લો પ્રેશરની અસર બંગાળમાં પડવા લાગી છે. એવું પણ જાણવા મળે છે કે ચક્રવાતની અસરને કારણે બંગાળના દરિયાકાંઠે હળવો વરસાદ પડશે. દરમિયાન લો પ્રેશર અને વાદળોની હાજરીને કારણે તાપમાનમાં એકાએક વધારો થયો છે. ચક્રવાત ફેંગલની અસરને કારણે, ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ભરતી અને વરસાદ સાથે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

આ સિસ્ટમને કારણે ભારતના અન્ય વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધે તેવી પણ શક્યતા છે. કેટલાંક હવામાનનાં મૉડલ અનુસાર બંગાળની ખાડીમાંથી આગળ વધીને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે. જે બાદ ફરીથી અહીં મજબૂત બને તેવી શક્યતા છે.

જોકે, વાવાઝોડું કઈ તરફ જશે એ મામલે તમામ મૉડલ એક નથી અને હવામાન વિભાગે પણ હજી તેનો આગળનો ટ્રેક જાહેર કર્યો નથી. ગુજરાતના પાડોશી રાજ્ય સુધી તેની અસર થવાની શક્યતા છે.હાલ ગુજરાત પર વાવાઝોડાની કોઇ ખાસ અસર જોવા મળશે નહીં. ગુજરાતમાં હાલ વરસાદની કોઇ શકયતાઓ નથી.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ છે. આગામી દિવસોમાં ઠંડીનો કહેર વધે તેવી શકયતાઓ છે.જો કે ગુજરાત પર આ વાવાઝોડાની અસર વર્તાશે નહીં, જો કે વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.


Spread the love

Related posts

હવે ઘરે જ કરો ટામેટાની ખેતી, આ રીતે મોંઘવારીમાં બચશે હજારો રૂપિયા

Team News Updates

જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી, કાર બળીને ખાખ

Team News Updates

 અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત મોટી આગાહી, ધોધમાર, અતિ ભારે વરસાદ પડી શકે છે શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં 

Team News Updates