News Updates
SURAT

જાહેરમાં અપહરણ સુરતમાં USDT ટ્રેડરનું :USDT ટ્રાન્સફર કરાવ્યા 2.70 કરોડના ,વેપારીના ગળા પર છરો મૂકી બ્રેઝા કારમાં બેસાડ્યો

Spread the love

સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ અને USDT ટ્રેડર મુસ્તકીમ ઝુનઝુનીયાનું છરાની અણીએ અપહરણ કરીને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી 32,071 USDT અંદાજે 2.70 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે, અપહરણની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસ પણ હરકતમાં આવી હતી. રાંદેર પોલીસે આ ગુનાખોરી પાછળ કુખ્યાત કૈલાશ ઉર્ફે કેલીયા સહિત ત્રણની ધરપકડ કરી છે.

મુસ્તકીમ ઝુનઝુનીયા કાપડ દલાલીની સાથે USDT ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. થોડા સમયથી વસીમ સોલંકી સાથે કામકાજમાં જોડાયેલા મુસ્તકીમને બુધવારે રાત્રે વસીમે ફોન કરીને એક પાર્ટીને USDT આપવાની વાત કરી હતી અને તેને ઝેનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. મુસ્તકીમ તેમના ભાઈ ઉસ્માન સાથે ઝેનબ હોસ્પિટલ પહોંચ્યો જ્યાં વસીમે તેને પોતાની બ્રેઝા કારમાં બેસાડ્યો. થોડી જ વારમાં એક લાલ બ્રેઝા કાર ત્યાં પહોંચી અને એમાંથી ત્રણ લોકો ઊતરી આવ્યા હતા. મુસ્તકીમને ગળા પર છરો મૂકી કારમાં બેસાડી લેવામાં આવ્યો અને તેની સાથે મારામારી શરૂ કરી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

અપહરણ કરનાર ટોળકીએ મુસ્તકીમને ઓલપાડ, ઉધના અને પાંડેસરા જેવા વિસ્તારોમાં ફેરવ્યો અને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી સમગ્ર 32,071 USDT ટ્રાન્સફર કરવી લીધા હતા. ત્યાર બાદ લિંબાયત વિસ્તારમાં મુસ્તકીમને છોડી દીધો હતો. આ કિસ્સામાં રાંદેર પોલીસે મુખ્ય આરોપી કૈલાશ ઉર્ફે કેલીયાને ઝડપી પાડ્યો છે. કૈલાશ રીઢો ગુનેગાર છે. જેના વિરૂદ્ધ લિંબાયત, સચિન અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાના 4 ગુના અને હત્યાના પ્રયાસના 3 ગુના નોંધાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાશ થોડા સમય પહેલાં જ ગુજસીટોકના કેસમાં જામીન પર છૂટ્યો હતો. કૈલાશ અને તેના ભાઈઓના ગુનાખોરીના ઘણા કિસ્સા નોંધાયેલા છે. તેમની વિરૂદ્ધ 12 હત્યાના ગુનાઓ સુધી નોંધાયેલા છે.

મુસ્તકીમ ઝુનઝુનીયાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના ભાઈ ઉસ્માનને પણ છરાથી ધમકી આપી માર મારવામાં આવ્યો હતો. આરોપીઓ વિરૂદ્ધ USDT ચોરી, અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સહિતના આરોપ મુકવામાં આવ્યા છે. રાંદેર પોલીસે ઘટનાની તમામ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે.

  • કૈલાશ ઉર્ફે કેલીયા પાટીલ (ઉ.વ. 33) (મુખ્ય શખ્સ, જેના વિરુદ્ધ લિંબાયત, સચિન અને ડિંડોલી પોલીસમાં હત્યા અને ગુનાખોરીના કેસ નોંધાયેલા છે)
  • દયાવાન ઉર્ફે બંટી પાટીલ (ઉ.વ. 27) (ડિંડોલી વિસ્તારના શાકભાજી વેપારી, જેના નામે પણ ઘણા ગુનાઓ છે.)
  • અશોક ઉર્ફે ભુરીયા મહાજન (ઉ.વ. 25) (ડિંડોલીમાં રહેતો અને અગાઉના ગુનાઓમાં સામેલ)
  • લાલ બ્રેઝા કાર (3.50 લાખ)
  • બે મોબાઇલ ફોન (55 હજાર)
  • કુલ રીકવરી (4.05 લાખ)

PI આર.જે. ચૌધરી અને એમ.કે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રાંદેર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ટેકનિકલ અને કુમન ગુપ્તચર માધ્યમોથી તપાસ શરૂ કરી. આ તપાસ દરમિયાન લાલ બ્રેઝા કાર (GJ-05-RG-0445) અને કૈલાશ ઉર્ફે કેલીયા આધાર પાટીલ સહિતના આરોપીઓનું નામ સામે આવ્યું. અડાજણ પાટિયામાં રહેતા USDT ટ્રેડર મુસ્તકીમ ઝુનઝુનીયાને એક પાર્ટીને ડિજિટલ કરન્સી આપવાની લાલચ આપી ઝેનબ હોસ્પિટલ પાસે બોલાવવામાં આવ્યા હતા. તેમના ભાઈ ઉસ્માન સાથે તેઓ પહોંચ્યા ત્યારે લાલ બ્રેઝા કારમાં બેઠેલા ચાર શખસોએ છરાની અણીએ તેમને ધમકી આપી, ગાડીમાં બેસાડી લઈ જવામાં આવ્યા. આ ટોળકીએ મુસ્તકીમને ઓલપાડ, ઉધના અને પાંડેસરા વિસ્તારોમાં ફેરવી તેની સાથે મારપીટ કરી અને બાયનાન્સ એકાઉન્ટમાંથી 32,071 USDT ટ્રાન્સફર કરાવી લીધા. તે સિવાય રોકડા 18,000 રૂપિયા પણ કબજે કર્યા.


Spread the love

Related posts

સુરતમાં વિચિત્ર ઘટના: ગાય સિમેન્ટનાં પતરાંના રૂમની ઉપર ચડેલી,સૂતેલા પરિવાર પર પડી, બાળક સહિત ત્રણને ગંભીર ઈજા

Team News Updates

19 વર્ષ બાદ પિતાનું દીકરી સાથે પુનર્મિલન રાંદેર પોલીસના પ્રયાસથી:છ માસની દીકરી અને પત્નીને એકલા મૂકીને યુવત જતો રહ્યો હતો,પારિવારિક ઝઘડાના કારણે 2004માં

Team News Updates

SURAT:6 વર્ષની બાળકી સાથે દુકાનદારે કર્યો અડપલા,ઉધનામાં સામાન ખરીદવા ગયેલી

Team News Updates